ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે દિલ્હી, પંજોબ, રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોનું તાપમાન ઘટી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ પારો નીચે ગયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હીમાં સવાર-સાંજ તાપમાન સામાન્ય કરતા નીચે પહોંચી જવાના કારણે ઠંડીએ પગપેસારો કરી રહ્યો છે, પરંતુ આમ છતાં રાજધાનીમાં ક્રિસમસ પહેલા ઠંડીનું મોજુ ફરી વળવાની શક્યતા ઓછી છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું લઘુત્તમ તાપમાન છેલ્લા અઠવાડિયાથી ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ રહ્યું છે. સફદરજંગ ઓબ્ઝર્વેટરી અનુસાર, ૯ થી ૧૫ ડિસેમ્બરની વચ્ચે લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી અથવા તેનાથી ઓછું રહ્યું છે. ૧૨ ડિસેમ્બરે તે ૬.૪ ડિગ્રીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે જ્યારે ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન મહત્તમ તાપમાન ૨૦-૨૧ ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબર્ળી શ્રેણીમાં રહી હતી. જીછહ્લછઇ મુજબ, દિલ્હીમાં આજે (શનિવાર) એટલે કે ૧૮ ડિસેમ્બરે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક એકયુઆઇ ૩૧૯ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ચંબલ વિભાગના જિલ્લાઓ અને ભોપાલ, ઉજ્જૈન, શાજોપુર, રાજગઢ, નીમચ, મંદસૌર, છતરપુર, ટીકમગઢ, નિવારી અને બાલાઘાટ જિલ્લાઓ સહિત સમગ્ર સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ ધુમ્મસની સંભાવના છે.
કાશ્મીરમાં શીત લહેરનો પ્રકોપ વધવાથી ખીણમાં મોટાભાગના સ્થળોએ રાÂત્રના સમયે તાપમાન શૂન્યથી નીચે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી થોડા દિવસોમાં ઘાટીમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધવામાં આવી શકે છે. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માઈનસ ૪.૪ ડિગ્રી સેલ્સિયસ
તાપમાન નોંધાયું હતું, જ્યારે દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડમાં તે માઈનસ ૩.૨ ડિગ્રી સેલ્સિયસ હતું.
રાજસ્થાનમાં, હવામાન વિભાગએ આગામી ચોવીસ કલાક સુધી રાજ્યમાં કોલ્ડવેવથી લઈને ખૂબ જ કોલ્ડવેવની ચેતવણી જોરી કરી છે. આ એલર્ટ મુજબ રાજસ્થાનના ઉત્તરી ભાગના કેટલાક જિલ્લાઓ, જેમાં ચુરુ, સીકર, ઝુંઝુનુ, હનુમાનગઢનો સમાવેશ થાય છે.