આતંકવાદ પર બિલાવલ ભુટ્ટોઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પહેલગામ હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે. બિલાવલ ભુટ્ટોએ ભારતીય પત્રકાર કરણ થાપર સાથેની મુલાકાતમાં સ્વીકાર્યું કે પહેલગામ એક આતંકવાદી હુમલો હતો. ભુટ્ટોએ કહ્યું કે હું તે હુમલાના પીડિતોનું દુઃખ સમજી શકું છું. આ સાથે ભુટ્ટોએ એ પણ સ્વીકાર્યું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં અસ્તીત્વ ધરાવે છે. પરંતુ તેમણે પહેલગામ હુમલામાં તેમની સંડોવણી અને સરકાર અને સેનાના સમર્થનનો ઇનકાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે અમે ભૂતકાળમાં પણ આ સંગઠનો સામે કાર્યવાહી કરી છે.
બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના દાવાને ફગાવી દીધો. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપતું નથી. પાકિસ્તાન ન તો કોઈ જૂથને તેની સરહદોની અંદર કે બહાર આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપે છે. તેના બદલે, પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બનેલું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને “દશકોથી આતંકવાદ સામે સૌથી મોટું ભૂમિ યુદ્ધ લડી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ સામેની લડાઈમાં ૯૨,૦૦૦ થી વધુ લોકો ગુમાવ્યા છે, ગયા વર્ષે (૨૦૨૪) ૨૦૦ થી વધુ હુમલાઓમાં ૧,૨૦૦ થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. બિલાવલે ચેતવણી આપી હતી કે જા આ વલણ ચાલુ રહેશે તો ૨૦૨૫ પાકિસ્તાનના ઇતિહાસનું સૌથી લોહિયાળ વર્ષ બની શકે છે.” તેમણે પહેલગામ હુમલા વિશે શું કહ્યું? બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું કે પહેલગામ એક આતંકવાદી હુમલો હતો. પરંતુ તેમણે આ હુમલામાં પાકિસ્તાન દ્વારા આતંકવાદને ટેકો આપવાના આરોપોને “પ્રચાર” ગણાવ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે હુમલાની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસમાં જાડાવાની ઓફર કરી હતી, પરંતુ ભારતે તેને ઠુકરાવી દીધી હતી. “અમારા હાથ સાફ છે.
બિલાવલે ભારત અને પાકિસ્તાન વચ્ચે “વ્યાપક સંવાદ” ની હિમાયત કરી, જેમાં આતંકવાદનો મુદ્દો પણ શામેલ છે. તેમણે કહ્યું, “આતંકવાદનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો સહકાર છે.” ૨૦૦૭માં આતંકવાદી હુમલામાં તેમની માતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાનો ઉલ્લેખ કરતાં બિલાવલે કહ્યું, “હું પણ આતંકવાદનો ભોગ બન્યો છું. હું પહેલગામ હુમલાના પીડિતો અને તેમના પરિવારોનું દુઃખ સમજું છું. તેમણે કહ્યું કે “નફરત અને યુદ્ધની વાતો” ટાળવી જાઈએ અને શાંતિ માટે કામ કરવું જાઈએ. “દરેક પાકિસ્તાની આતંકવાદી કે દુશ્મન નથી.”
બિલાવલે સ્વીકાર્યું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથો પાકિસ્તાનમાં અસ્તીત્વ ધરાવે છે. જાકે, તેમણે કહ્યું કે આ આતંકવાદી જૂથો અફઘાન જેહાદ દરમિયાન ઉભરી આવ્યા હતા અને તે સમયે તેમને “સ્વતંત્રતા સેનાની” તરીકે જાવામાં આવતા હતા. બિલાવલે કહ્યું કે તેમની માતા અને તેમની પાર્ટી (પીપીપી) એ ક્યારેય આ જૂથોને ટેકો આપ્યો ન હતો. તેમણે કહ્યું કે ૯/૧૧ પછી, આ જૂથોને આતંકવાદી માનવામાં આવતા હતા અને પાકિસ્તાને તેમની સામે કાર્યવાહી કરી હતી. બિલાવલે કહ્યું કે અફઘાનિસ્તાન પછી, આ આતંકવાદીઓ કાશ્મીર તરફ વળ્યા.
જ્યારે કરણ થાપરે હાફિઝ સઈદ અને ૨૦૦૮ના મુંબઈ હુમલા પર પાકિસ્તાનની કાર્યવાહીની વિગતો માંગી, ત્યારે બિલાવલે કહ્યું કે હાફિઝ સઈદને ૨૦૨૨માં ૩૧ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જાકે, બિલાવલે મુંબઈ હુમલા કેસમાં કાર્યવાહીમાં વિલંબ માટે ભારતને દોષી ઠેરવતા કહ્યું કે ભારતે ટ્રાયલમાં સહયોગ આપ્યો નથી અને સાક્ષીઓને રજૂ કરવાનો ઇનકાર કર્યો છે. “મુંબઈના લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમને સહયોગની જરૂર છે.” ઇન્ટરવ્યુમાં, જ્યારે બિલાવલને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હાફિઝ સઈદ જેવા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તે ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “જા તમે જવાબ સાંભળવા માંગતા નથી, તો હું કાર્યક્રમ છોડી શકું છું.”