પશ્ચિમી સેનેગલ શહેર તિવાઉઆનેની એક હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૧ નવજાત શિશુઓના મોત થયા હતા. પ્રેસિડેન્ટ મેકી સેલે આ જાણકારી આપી. તિવૌને શહેર રાજધાની ડાકારથી લગભગ ૧૨૦ કિમી (૭૪.૫૬ માઇલ) પૂર્વમાં આવેલું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, મેં હમણાં જ મામે અબ્દો અઝીઝ સી ડબાખ હોસ્પિટલના નિયોનેટલ વિભાગમાં આગમાં ૧૧ નવજાત શિશુઓના મૃત્યુ વિશે સાંભળ્યું છે. આ ખૂબ જ દર્દનાક ઘટના છે. હું આ ઘટના માટે ખૂબ જ દિલગીર છું. હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતની તપાસ ચાલુ છે.
સેનેગલમાં મધ્યરાત્રિ પહેલા, રાષ્ટ્રપતિ મેકી સેલે ટિવટર પર જાહેરાત કરી કે આગમાં ૧૧ નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા છે. તેણે ટ્‌વીટ કર્યું કે મને હાલમાં જ સાર્વજનિક હોસ્પિટલના નિયોનેટલ વિભાગમાં આગ લાગવાને કારણે ૧૧ નવજાત બાળકોના મોતની માહિતી મળી છે. તેણે આગળ લખ્યું કે હું નવજાત શિશુના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કરું છું.
તમને જણાવી દઈએ કે આગની આ દુર્ઘટના તિવૌનેના ટ્રાન્સપોર્ટ હબમાં આવેલી મામે અબ્દુ અઝીઝ સી દબખ હોસ્પિટલમાં થઈ હતી અને તે શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. શહેરના મેયર ડેમ્બા ડિઓપે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આગ ફાટી નીકળ્યા બાદ ત્રણ શિશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, તાજેતરમાં જ મામે અબ્દુ અઝીઝ સાઈ દબાખ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.