રેલવેએ કહ્યું હતું કે મુસાફરોની સુવિધા અને માંગણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ઉમરગામ અને મહેસાણા વચ્ચે ગાંધીનગર કેપિટલ થઈને દૈનિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.આ ટ્રેન વિશેષ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેન હશે. ડિવિઝનલ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર ૦૯૪૭૧ ઉમરગામ – મહેસાણા સ્પેશિયલ ઉમરગામથી દરરોજ ૦૫ઃ૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૪ઃ૪૦ કલાકે મહેસાણા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૪૭૨ મહેસાણા – ઉમરગામ સ્પેશિયલ દરરોજ ૧૬ઃ૩૦ કલાકે મહેસાણાથી ઉપડશે અને બીજો દિવસે ૦૧ઃ૩૦ કલાકે ઉમરગામ પહોંચશે. આ બંને ટ્રેનો ૦૪ જોન્યુઆરીથી ૧૬ જોન્યુઆરી ૨૦૨૨ સુધી ચાલશે.
આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર પાટનગર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે. ટ્રેન નંબર ૦૯૪૭૧ અને ૦૯૪૭૨ માટે બુકિંગ ૨૨મી ડિસેમ્બર, ૨૦૨૧થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
નોંધનીય છે કે આ વિશેષ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોને બો‹ડગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.