(એ.આર.એલ),કોલકાતા,તા.૩૧
સામાન્ય લોકોની સાથે આંદોલનકારી જુનિયર ડોકટરોએ સાંજે કોલકાતામાં મશાલ સરઘસ કાઢ્યું હતું.આરજી કર મેડિકલ કાલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાને લઈને મૃતક ડાક્ટર અને તેના પરિવારને ન્યાયની માગણી સાથે ૯ આૅગસ્ટના રોજ ડાક્ટરોએ અહીં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
પશ્ચિમ બંગાળ જુનિયર ડાક્ટર્સ ફોરમના પ્રતિનિધિઓ અને અનેક નાગરિક સમાજ સંગઠનોએ સોલ્ટ લેકના સેક્ટર ૩માં પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સીલ આૅફિસથી સેક્ટર ૧માં સીજીઓ કામ્પ્લેક્સમાં સીબીઆઇ આૅફિસ સુધી રેલી કાઢી હતી. ‘અમને ન્યાય જાઈએ છે’ જેવા સૂત્રોચ્ચાર કરીને, પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે સીબીઆઈ બળાત્કાર-હત્યા કેસમાં તેની તપાસ જલ્દીથી પૂર્ણ કરે. આંદોલનકારી ડોકટરોમાંના એકે કહ્યું કે આ ઘટનાને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે.
પશ્ચિમ બંગાળ સરકારે તેમની માંગણીઓ પૂરી કરવા માટે ૨૪ કલાકની સમયમર્યાદા આપી ન હોવાથી જુનિયર ડોકટરોએ ૫ ઓક્ટોબરની રાત્રે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની તેમની મુલાકાતના કલાકો બાદ ૨૪ ઓક્ટોબરે તેમણે ભૂખ હડતાળ પાછી ખેંચી હતી.
સીબીઆઇ હજુ પણ કેસની તપાસ કરી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ તેમની તપાસ ઝડપી કરે. ૯ ઓગસ્ટના રોજ,આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાંથી ફરજ પર રહેલા એક મહિલા ડાક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે સમગ્ર પશ્ચિમ બંગાળમાં જુનિયર ડાક્ટરોએ પીડિતાને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ હોસ્પિટલોમાં તબીબોને કડકક સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરચા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ‘કામ બંધ કર્યું’.
જુનિયર ડોકટરોએ ૫ ઓક્ટોબરની રાત્રે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. કારણ કે, પશ્ચિમ બંગાળ સરકારે તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે ૨૪ કલાકની સમયમર્યાદા આપી ન હતી. તેમણે ૨૪ ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે બેઠક કર્યાની થોડી જ કલાકો બાદ પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી હતી.