પશ્ચિમ બંગાળમાં ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી એક નાઈજીરિયન ફૂટબોલરનું મોત થયું છે. તે પહેલાં, તેણે બે કલાક સુધી જીવન માટે લડત આપી હતી. જે વિસ્તારમાં ફૂટબોલર ટ્રેનમાંથી પડ્યા હતા તે વિસ્તાર નિર્જન હતો. આમ છતાં તે ઢસડાતા-ખેંચતા રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલા એક આશ્રમમાં પહોંચી ગયા. હોસ્પિટલમાં ૨ કલાક સુધી તેની સારવાર પણ કરવામાં આવી હતી. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટના ઉત્તર ૨૪ પરગણાના ટીટાગઢમાં બની હતી. મૃત્યુ પામેલા નાઈજિરિયન ફૂટબોલરની ઓળખ એન ગેસન (૨૪ વર્ષ) તરીકે થઈ હતી. એન ગેસન અહીં બેરકપુરથી સિયાલદહ જઈ રહ્યા હતા. રસ્તામાં, ગાંધી ટીટાગઢમાં પ્રેમ નિવાસ પાસે ચાલતી ટ્રેનમાંથી પડી ગયા. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આમ છતાં તે કોઈક રીતે રેલ્વે ટ્રેક પાસે આવેલા આશ્રમમાં પહોંચી ગયો. જ્યારે સ્થાનિક લોકોએ જોયું તો તેઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ગેસનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે કલાકની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે ફૂટબોલર એન ગેસન ઘણા સમયથી અહીં રહેતો હતો. તે બંગાળની ઘણી ક્લબ માટે રમ્યો હતો. તે ઉત્તર ૨૪ પરગણાના બારાસતમાં ભાડાના મકાનમાં રહેતો હતો. શનિવારે તે મેચ રમવા જતો હતો. તે પહેલા તે અકસ્માતનો શિકાર બન્યો હતો. પોલીસે કહ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.