પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓનું ખાસ સઘન પુનરાવર્તન (એસઆઇઆર) શરૂ થયું. ૮૦,૦૦૦ થી વધુ બૂથ-સ્તરના અધિકારીઓ ઘરે ઘરે જઈને મત ગણતરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે. ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી પહેલા મત ચકાસણીની આ રાજકીય રીતે સંવેદનશીલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક મહિના સુધી ચાલનારી ઘરે ઘરે ગણતરી પ્રક્રિયા ૪ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.આજથી શરૂ થયેલી એસઆઇઆર પ્રક્રિયામાં પહેલા દિવસે ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો. ફોર્મનું ઓનલાઈન વિતરણ ખોરવાઈ ગયું, જ્યારે બીએલઓ તરીકે કામ કરતા સેંકડો શાળા શિક્ષકો ચૂંટણી જવાબદારીઓ સાથે તેમના નિયમિત વર્ગોનું સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “૨૯૪ વિધાનસભા મતવિસ્તારોમાં પ્રક્રિયા હાથ ધરવા માટે કુલ ૮૦,૬૮૧ ર્મ્ન્ંજ તૈનાત કરવામાં આવ્યા છે. આશરે ૭.૬૬ કરોડ મતગણતરી ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે, અને દરેક મતદારને બે નકલો મળશેઃ એક સ્ટેમ્પ લગાવીને જાળવી રાખવા માટે, અને બીજી ચૂંટણી પંચના રેકોર્ડ માટે.”અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. અમને આશા છે કે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા સરળતાથી આગળ વધશે.” જીંઇ ૨૩ વર્ષના અંતરાલ પછી પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લું જીંઇ ૨૦૦૨ માં હાથ ધરવામાં આવ્યું હતું.જાકે, બેકએન્ડ સમસ્યાઓના કારણે મતદાર પોર્ટલ શરૂ કરવામાં નિષ્ફળ જતાં મતદાર ઓળખ કાર્ડના એક સાથે ઓનલાઈન વિતરણ માટેની ચૂંટણી પંચની યોજનાને આંચકો લાગ્યો. અન્ય એક અધિકારીએ સમયમર્યાદા આપ્યા વિના કહ્યું, “આ એક ટેકનિકલ સમસ્યાને કારણે છે. અમને આશા છે કે આ સેવા થોડા દિવસોમાં કાર્યરત થઈ જશે.”ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મતદાર યાદીઓમાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટેના પગલા તરીકે એસઆઇઆરનું સ્વાગત કર્યું છે. દરમિયાન, શાસક તૃણમૂલ કોંગ્રેસે તેના સમય અને ઉદ્દેશ્ય પર પ્રશ્ન ઉઠાવ્યો છે, અને આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ આગામી વર્ષની રાજ્ય ચૂંટણીઓ પહેલા મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે ભાજપના દબાણ હેઠળ કાર્ય કરી રહ્યું છે.રાજકીય નિરીક્ષકો એસઆઇઆરને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાની એક મહત્વપૂર્ણ કવાયત તરીકે જુએ છે, જ્યાં ટીએમસી અને ભાજપ બંનેએ કોઈપણ સમર્થકોને બાકાત ન રાખવા માટે તેમના સંપર્કને વધુ તીવ્ર બનાવ્યો છે.મતદાર યાદી સુધારણાને ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણીના પાયા તરીકે જાતા, પક્ષો કોઈ કસર છોડવા માંગતા નથી. ચૂંટણી પંચના સમયપત્રક મુજબ, ડ્રાફ્ટ મતદાર યાદી ૯ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. દાવાઓ અને વાંધા ૯ ડિસેમ્બરથી ૮ જાન્યુઆરી વચ્ચે ઉઠાવી શકાશે. ત્યારબાદ સુનાવણી અને ચકાસણી ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે. અંતિમ મતદાર યાદી ૭ ફેબ્રુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે, જે આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના માત્ર બે મહિના પહેલા થશે.










































