રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે પશ્ચિમી દેશો પર રશિયા અને તેના લોકો અને રશિયન સંસ્કૃતિ પર સંપૂર્ણ યુદ્ધ કરવાનો આરોપ મૂક્યો હતો.
મંત્રાલયની બેઠકમાં લવરોવે જણાવ્યું હતું કે, પશ્ચિમે આપણા પર, સમગ્ર રશિયન વિશ્વ પર યુદ્ધની ઘોષણા કરી છે. રશિયા અને આપણા દેશની ચિંતા કરતી દરેક વસ્તુને નકારી કાઢવાની સંસ્કૃતિ પહેલેથી જ વાહિયાત સ્થિતિમાં પહોંચી રહી છે. તેણે પશ્ચિમી દેશો પર રશિયન લેખકો, સંગીતકારો અને અન્ય સાંસ્કૃતિક હસ્તીઓ પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું આ સ્થિતિ લાંબા સમય સુધી અમારી સાથે રહેશે.
લવરોવના જણાવ્યા મુજબ, વોશિંગ્ટન “અને તેના ઉપગ્રહો આપણા દેશને નિયંત્રિત કરવાના તેમના પ્રયત્નોને બમણા, ત્રણ ગણા, ચાર ગણા કરી રહ્યા છે, તેઓ વૈÂશ્વક મીડિયા સ્પેસમાં એકપક્ષીય આર્થિક પ્રતિબંધોથી લઈને સંપૂર્ણ ખોટા પ્રચાર સુધીના સાધનોની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરી રહ્યા છે.
લવરોવે કહ્યું ઘણા પશ્ચિમી દેશોમાં, રુસોફોબિયા અભૂતપૂર્વ પ્રકૃતિનો બની ગયો છે, અને ઘણા દેશોમાં સરકારી વર્તુળો દ્વારા તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈનિકો મોકલ્યા પછી યુએસ અને તેના પશ્ચિમી સાથીઓએ રશિયા પર અભૂતપૂર્વ પ્રતિબંધો લાદ્યા હતા.
દરમિયાન, યુક્રેનમાં મોસ્કો સમર્થિત અલગતાવાદી દળોએ શુક્રવારે જણાવ્યું હતું કે તેઓએ એક વ્યૂહાત્મક શહેર લાઇમેન પર કબજો કર્યો છે, જે કિવના નિયંત્રણ હેઠળના મુખ્ય પૂર્વીય શહેરો તરફ જતા રસ્તા પર સ્થિત છે.