અમરેલી જિલ્લામાં પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. અમર ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ.૧૦ નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પહેલી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.૮૦૦ હતો તેમાં વધારો કરી હવે પ્રતિ કિલો ભાવ ૮૧૦ કરવામાં આવ્યો છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને તેમની ટીમે પશુપાલકોના હિતમાં આ નિર્ણય કરતા અમરેલી જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે









































