અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ચોક્કસ માહિતીના આધારે પશુધન ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે ગેંગ પાસેથી ઇકો કાર, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત રૂ.૩,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં અક્ષય જાનીભાઇ સાઢમીયા (રહે. આટકોટ), રણજીત કાંતીભાઇ વાઘેલા (રહે. નાના ઉજળા તા.વડીયા) અને સુનીલ ગોપાલભાઇ વાઘેલા (રહે. સનાળી તા.વડીયા)નો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અમરેલી અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ સાત પશુધન ચોરીની કબુલાત કરી છે. ઇકો કારમાં રાત્રિના સમયે તેઓ વાડી અને ખેતર નજીક ફરજામાં બાંધેલા પાડા/પાડીઓને સાંકળ કાપી ચોરી જતાં અને ત્યારબાદ આટકોટ લઇ જસદણના ખાટકીવાડ વિસ્તારમાં મહમદહુસેનભાઇ કટારીયાને વેચી દેતા હતા. ચોરીમાં સામેલ ઈસમો સામે વડીયા, બાબરા, વિંછીયા અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયા છે.










































