પમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યારવણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર,એટલે કે આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે પર્યાવરણ છે. ચાર આવરણો જેવા કે જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને મૃદાવરણ દ્વારા સમગ્ર જીવસૃષ્ટિ ટકી રહી છે. આ પૃથ્વીના દરેક જીવ માટે જરૂરી વ્યવસ્થા થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે આપણી આસપાસ છે જેમા તમામ જીવંત જીવો રહે છે તેને આપણે પર્યાવરણ કહીએ છીએ.
પર્યાવરણ એટલે માનવની આસપાસ રહેલ સામાજિક, આર્થિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકોનું માળખુ છે. પર્યાવરણ એટલે આસપાસનું આવરણ. પર્યાવરણ માટે અંગ્રેજી શબ્દ Environment વપરાય છે. પર્યાવરણ જે ફ્રેન્ચ શબ્દ‘ઈન્વાયરોમેન્ટ’ વપરાય છે. જેનો અર્થ ‘પડોશ’ એવો થાય છે.
પર્યાવરણ મુખ્યત્વે બે વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) કુદરતી પર્યાવરણ (ર) માનવસર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણના પણ બે પ્રકાર પડે છે. જેમાં(૧) સજીવ પર્યાવરણ (ર) નિર્જીવ પર્યાવરણ. સજીવ પર્યાવરણમાં સુક્ષ્મ જીવાણુઓથી માંડીને કીટકો, શેવાળ, લીલ જેવી વનસ્પતિથી માંડીને ઘાસ, વેલા અને વૃક્ષો જેવી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં થાય છે. નિર્જીવ પર્યાવણમાં હવા, પાણી, ઉષ્ણતામાન જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિર્જીવ પર્યાવરણમાં નદીઓ, પર્વતો, સાગર, સરોવરો વિગેરેનો સમાવેશ કરી શકાય. પર્યાવરણના સજીવ અને નિર્જીવ ઘટકો પૃથ્વી પરના જીવોને ટકાવી રાખવા માટે એકબીજા સાથે સાતત્યપૂર્ણ પ્રક્રિયા કરતા રહે છે. માનવસર્જિત કુદરતી પર્યાવરણમાંથી માનવે તેની સર્જનશક્તિ દ્વારા જે વસ્તુઓનું નિર્માણ કર્યુ છે તે તમામનો માનવસર્જિત પર્યાવરણમાં સમાવેશ થાય છે. જેમ કે, ઘરો, કારખાના, શહેરો, બિલ્ડીંગો, પુલો વિવિધ પ્રકારની વસ્તુઓ, ખોરાક તેમજ કુદરતી પર્યાવરણને દૂષિત કરતા વિવિધ કચરાઓ.
માનવ જીવનમાં પર્યારવરણનું ખૂબ મહત્વ છે. પર્યાવરણ દ્વારા પૃથ્વી પર જીવન શકય છે. જા આપણે આને જીવંત હોઈએ તો તેમાં પર્યાવરણનો મોટો હાથ છે. એક સારુ અને સ્વચ્છ પર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવા મદદ કરે છે. હાલ કોરોનાના વિનાશક સમયગાળા દરમિયાન લાખો લોકો ઓક્સિજન વગર
મૃત્યુ પામ્યા. છોડમાં રણછોડ છે. દેશની વસ્તી જેટલા વૃક્ષો હોય તો પણ પર્યાવરણનું જતન થઈ શકે.
ભૌગોલિક વિસ્તારના ૩૩ ટકા વિસ્તારમાં જંગલો હોવા જાઈએ પરંતુ હાલ દેશમાં ર૩ ટકા જંગલ વિસ્તાર રહ્યો છે. આપણા રાજયમાં ૧૦ ટકાથી ઓછા જંગલો છે. વનવિભાગ દ્વારા અલાયદુ આયોજન કરી વન સંવર્ધન કાર્યક્રમને ગતિવંત કરવાની તાતી જરૂરિયાત છે. જંગલો કુદરતના ફેફસા છે. મનુષ્યના ફેફસાને શુધ્ધ ઓક્સિજન વૃક્ષો આપે છે. તે વાસ્તવિક વાત મનુષ્યએ સહજ સ્વીકારવી પડશે.
આપણે શ્વાસ લેવામાં ઓક્સિજન લઈએ છીએ તેમજ ઉચ્છવાસમાં કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢીએ છીએ પરંતુ શું તમને એ ખ્યાલ છે કે આ ઓક્સિજન આપણને કોણ પુરો પાડે છે? તો આ ઓક્સિજન આપણને વૃક્ષો પુરો પાડે છે. જે પર્યાવરણનો એક ભાગ છે. બજારમાં ર.પ કિલોગ્રામ ઓક્સિજન સિલિન્ડરની કિંમત અંદાજે ૬પ૦૦ રૂપિયા છે તો તમે વિચારી શકો છો કે પર્યાવરણ પાસેથી આપણે કેટલો કિંમતી ઓક્સિજન મફતમાં મેળવીએ છીએ, પરંતુ તેના બદલામાં આપણે પર્યાવરણના રક્ષણની એક નાનકડી જવાબદારી પણ અદા નથી કરતા. માનવી કેટલો સ્વાર્થી છે નહી? માનવીને આ વર્ષે કદાચ કોરોના કાળમાં પર્યાવરણની કિંમત સમજાઈ ગઈ હશે.
છેલ્લા દોઢ વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીમાં ઓક્સિજન લેવલ ઘટતા તેની બોટલ માટે જે તકલીફો વેઠવી પડી રહી છે તેના માટે આપણે બધા જ જવાબદાર છીએ. વન્યજીવ તેમજ મનુષ્યજીવનું સંરક્ષણ કરવા
વૃક્ષારોપણ કાર્ય નિષ્ઠાથી થવુ જ જાઈએ. જેટલા વૃક્ષો વવાય છે તેટલાનો ઉછેર થતો નથી. વિકાસ કરવા માટે રોડ, રસ્તા, બહુ હેતુક યોજના, શહેરીકરણ, ઉદ્યોગીકરણ, નહેરો, બંધો, નદીઓ વગેરે નિર્માણ કરવા કયારેક વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે. ફ્રાંસ દેશમાં વૃક્ષોનું પ્લાન્ટેશન થાય છે. તેવી ટેકનોલોજી આપણે આપણા દેશમાં લાવવી પડશે. વૃક્ષનું રક્ષણ કરવાની જવાબદારી સમાજની છે. સરકાર અને સમાજની બંન્ને પાંખો ભેગી થાય તો જનતાની તાકાત છે. વૃક્ષચ્છેદન કરી શકે. ગોડલના રાજા ભગવતસિંહના રાજયમાં માલધારીની બકરી છોડની કૂંપળ ખાઈ જાય છે. જે તે વ્યક્તિને સજા કરવામાં આવતી આવી જાગવાઈ હતી. જેનાથી વૃક્ષોનું જતન સારી રીતે થતું. એકબાજુ કુદરતી આફતો વચ્ચે વૃક્ષોનું નિકદંન નીકળી જાય છે ત્યારે માનવ સમાજે જૂન જુલાઈ માસમાં વૃક્ષોનું વાવેતર તેમજ રોપા રોપણી કાર્ય વેગવંત બનાવવું જાઈએ. હમણા તાજેતરમાં ચિપકો આંદોલનના પ્રણેતા સ્વ.સુદરલાલ બહુગુણાનું દેહાંત થયુ છે. ત્યારે તેમના પર્યાવરણ પ્રેમ અને વૃક્ષપ્રેમના આદર્શોને આપણે આપણા જીવનમાં ઉતારીને પર્યાવરણનું જતન કરવા માટે કટીબદ્ધ બનીએ.
‘‘વૃક્ષો વાવો દેશ બચાવો પર્યાવરણનું જતન કરો.’’
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨