(એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૧
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ શ્રેણી પર્થ ટેસ્ટથી શરૂ થશે. જેનું આયોજન ૨૨ નવેમ્બરે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કરવામાં આવશે. ટીમ ઈન્ડયા આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાઈ રહી છે. ભારતીય ટીમ માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. ટીમ ઈન્ડયા સિરીઝની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૮માં પર્થમાં ટેસ્ટ મેચ રમી હતી. તે સમયે એક બોલરે ભારતીય ટીમને ઘણી પરેશાન કરી હતી. ટીમ ઈન્ડયાએ આ સમયે પણ આ બોલરથી સાવધાન રહેવાની જરૂર છે. આ બોલર બીજું કોઈ નહીં પણ નાથન લિયોન છે.ટીમ ઈન્ડયા છેલ્લી વખત પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં વર્ષ ૨૦૧૮માં મેચ રમી હતી. તે દરમિયાન નાથન લિયોને મેચમાં ટીમ ઈન્ડયાને એકલા હાથે હરાવ્યું હતું. તે મેચમાં તેણે બંને દાવમાં કુલ ૮ વિકેટ ઝડપી હતી. નાથન લિયોને પ્રથમ દાવમાં ૬૭ રનમાં ૫ અને બીજી ઈનિંગમાં ૩૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.ટીમ ઈન્ડયાના બેટ્‌સમેનોએ આ વખતે પણ નાથન લિયોનથી દૂર રહેવાની જરૂર છે. નાથન લિયોન શાનદાર ફોર્મમાં છે. હાલમાં જ ટીમ ઈન્ડયાના બેટ્‌સમેનોએ સ્પન બોલિંગ સામે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેમને ન્યુઝીલેન્ડ સામે ૩-૦થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. જાકે, આ વખતે પર્થમાં સ્પન બોલરો કંઈ ખાસ કરી શકશે નહીં. ખરેખર પર્થમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પિચ સ્પનરો માટે અનુકૂળ હોવાની શક્યતા ઓછી છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪ માટે ટીમ ઈન્ડયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સરફરાઝ ખાન, વિરાટ કોહલી, પ્રસિદ્ધ કૃષ્ણ, રવિચંદ્રન અશ્વન, મોહમ્મદ શમી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, હર્ષિત રાણા, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર.