સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ તા.૦૩/૧૧ સુધીમાં જાતિ-નોન ક્રિમીલીયરના પ્રમાણપત્રો મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા લાઠી મામલતદારની યાદીમાં જણાવાયું છે. આગામી તા.૦૪/૧૧ થી તા.૦૭/૧૧ સુધી દિવાળીની જાહેર રજાઓ આવતી હોવાથી કોઈ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ ભરવામાં વંચિત ન રહી જાય તે માટે સત્વરે તા.૦૩/૧૧ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરી પ્રમાણપત્રો મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.