ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. જ્યાં હજારો લોકો ભગવાનના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર નીકળી છે. તાજેતરમાં જ તે વૈષ્ણો દેવીના દર્શન કરવા ગઈ હતી અને હવે બાબા કેદારનાથ પહોંચી ગઈ છે, જેની એક ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
શિલ્પા શેટ્ટીએ રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ પર કેદારનાથનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની માતા સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને પુત્રી સમિષા સાથે જાવા મળી રહી છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘વિશ્વાસ, પ્રેમ અને ત્રણ પેઢીઓની એકતાની સફર.’