અલ્હાબાદ હાઈકોર્ટે સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં નવી વ્યવસ્થા બનાવતા વહુ કે વિધવા વહુને પરિવારની શ્રેણીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના આદેશમાં ફેરફાર કરવાનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પરિવારમાં દીકરીથી વધારે વહુંનો અધિકાર છે. પરંતુ ઉત્તર પ્રદેશ જરુરી વસ્તું(વિતરણના વિનિયમનું નિયંત્રણ) આદેશ ૨૦૧૬માં વહુંને પરિવારની શ્રેણીમાં નથી રાખ્યો.
આ કારણથી વહુને અધિકારોથી વંચિત ન કરી શકાય. પરિવારમાં વહુનો અધિકાર દીકરી કરતા વધારે છે. એ પછી વહું ચાહે વિધવા હોય કે ન હોય. તે પણ દીકરીની જેમ જ પરિવારનો ભાગ છે. હાઈકોર્ટે પોતાના આ આદેશમાં યુપી પાવર કોર્પોરેશન લિમિટેડ(સુપરા), સુધા જૈન બનામ ઉત્તર પ્રદેશ રાજ્ય, ગીતા શ્રીવાસ્તવ બનામના કેસનો સંદર્ભ ટાંક્યો અને અરજકર્તા પુષ્પા દેવીની અરજી સ્વીકારવાનો આદેશ આપતા તેમના નામથી રાશનની દુકાનમાં ફાળવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
હકિકતમાં અરજદાર પુષ્પા દેવીએ હાઈકોર્ટની સામે અરજી કરી હતી કે તે વિધવા છે. તેમની સાસુ મહદેવી દેવી જેમના નામે રાશનની દુકાન ફાળવણી હતી. ૧૧ એપ્રિલ ૨૦૨૧એ તેમની સાસુનું મોત થયુ. આ બાદ તેમના જીવન ગુજોરવામાં સમસ્યા આવી રહી હતી. તે અને તેમના બન્ને બાળકો સંપૂર્ણ રીતે સાસુ પર નિર્ભર હતા. સાસુના નિધન બાદ તેમના પરિવારમાં કોઈ પુરુષ અને મહિલા નહોતા બચ્યા. જેમાના નામે રાશનની દુકાન ફાળવણી કરી શકાય. જો કે તે સાસુની ઉત્તરાધિકારી છે તો તેનું નામ રાશનની દુકાનના ફાળવણીમાં નાંખવું જોઈએ.
અરજદારે રાશનની દુકાનમાં ફાળવણી સંબંધમાં ઓથોરિટીને વારસદારની અરજી કરી હતી. પરંતુ, ઓથોરિટીએ એમ કહી પ્રત્યાવેદન ફગાવી દીધુ કે યુપી સરકારના ૪ ઓગસ્ટ ૨૦૧૯ના આદેશ હેઠળ વહુ કે વિધવા વહુને પરિવારની શ્રેણીમાં નહીં રાખવામાં આવે. જેથી વહુને રાશનની દુકાનમાંથી ફાળવણી નહીં કરવામાં આવે.