તાલિબાન રાજ બાદ અફધાનિસ્તાન સૌથી ખરાબ સ્થિતિમાં જઇ રહ્યું છે અહીંની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ભુખથી તડપી રહ્યાં છે બેંકોમાં રોકડ ખતમ થઇ ચુકી છે.તાલિબાની સરકારની પાસે પણ ફંડ બચ્યુ નથી વ્યાપાર ઠપ્પ છે અને સામાન્ય જનજીવન ત્રસ્ત થઇ ચુકયું છે આ દરમિયાન અફધાનિસ્તાનથી અહેવાલલો આવી રહ્યાં છે જે સાંભળીને દિલ ધ્રુજી ઉઠે હકીકતમાં અફધાનિસ્તાનમાં એક પિતા પોતાના પરિવારનું પેટ ભરવા અને તેને જીવતુ રાખવા માટે પોતાની નવ વર્ષની પુત્રીને વેચવા માટે મજબુર થઇ છે.
મળતી માહિતી અનુસાર નવ વર્ષની પરવાના મલિકના પિતા અબ્દુલ મલિકે તેને ૫૫ વર્ષના વૃધ્ધ વ્યક્તિને વેચી દીધી છે તેની મજબુરીથી ફકત એટલું જ હતી કે તેની પાસે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૈસા બચ્યા ન હતાં. રિપોર્ટ અનુસાર ૫૫ વર્ષના કુરબાને ગત મહીને પોતાની નવ વર્ષની પુત્રી પરવાનાનો સોદો કર્યો હતો.મીડિયા સાથે વાત કરતા અબ્દુલ મલિકે કહ્યું કે તાલિબાનના શાસન બાદથી તેમની નોકરી ચાલી ગઇ હતી પરિવારનું પેટ ભરવા માટે તેણે પહેલા ૧૨ વર્ષની પુત્રીને વેચી હવે તેને નવ વર્ષની પુત્રી પરવાનાનો પણ સોદો કરવો પડી રહ્યો છે.
પરવાનાના પિતા અબ્દુલ મલિકનું કહેવુ છે કે પરવાના ખુબ ભણવા માંગતી હતી અને મોટી થઇ શિક્ષક બનવા માંગતી હતી પરંતુ પરિવારની આર્થિક સ્થિતિના કારણે તેની સાથે આમ થયું નહીં તેમણે કહ્યું કે તેમની પુત્રીનો સોદો થયા બાદ તેને લઇ જવામાં આવી હતી આવો જ એક અન્ય મામલો પડોસના ધોર પ્રાંતમાં પણ સામે આવ્યો છે જયાં ૧૦ વર્ષની માગુલ અને એક ૭૦ વર્ષીય વ્યક્તિની વચ્ચે સોદો થયો હતો.
તાલિબાનનું શાસન આવતા જ અફધાનિસ્તાનમાં યુવતીઓની સોદાબાજી તેજ થઇ ગઇ છે. આ જુની પરંપરા અફધાનિસ્તાનમાં ફરીથી ચાલુ થઇ ગઇ છે. તાજેતરમાં પણ અનેક અહેવાલો આવ્યા હતાં કે દેશમાં યુવતીઓની ભારે સોદાબાજી થઇ રહી છે.