અલ્હાબાદ હાઈકોર્ટે લિવઈન રિલેશનશિપમાં રહેતી એક પરિણીત મુસ્લિમ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. મહિલાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પોતાના જીવને જાખમ હોવાનું જણાવીને અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે મુસ્લિમ કાયદા અનુસાર મુસ્લિમ મહિલા કોઈની સાથે લિવઈન રિલેશનશિપ રાખી શકે નહીં. ઇસ્લામમાં લિવઈનને હરામ જાહેર કરવામાં આવ્યું છે.
જસ્ટિસ રેણુ અગ્રવાલની બેન્ચે એક પરિણીત મુસ્લિમ મહિલા અને તેના હિંદુ લિવઈન પાર્ટનર દ્વારા તેના પિતા અને અન્ય સંબંધીઓ સામે તેમના જીવને જાખમ હોવાના ડરથી ફાઈલ કરેલી સંરક્ષણ અરજીને ફગાવી દેતા આ વાત કહી હતી. કોર્ટે કહ્યું કે મહિલાના ‘ગુનાહિત કૃત્ય’ને કોર્ટ સમર્થન અને રક્ષણ આપી શકે નહીં.
અરજદાર મુસ્લિમ કાયદા (શરિયત) ની જાગવાઈઓનું ઉલ્લંઘન કરીને નંબર ૨ સાથે રહે છે જેમાં કાયદેસર રીતે પરિણીત પત્ની બહાર જઈને લગ્ન કરી શકતી નથી અને મુÂસ્લમ મહિલાઓના આ કૃત્યને ઝીના અને હરામ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જા આપણે અરજદાર નંબર ૧ ના કૃત્યની ગુનાહિતતા તરફ જઈએ, તો તેની સામે આઇપીસીની કલમ ૪૯૪ અને ૪૯૫ હેઠળ ગુના માટે કાર્યવાહી થઈ શકે છે, કારણ કે આવા સંબંધો લિવઈન રિલેશનશિપ અથવા લગ્નનું પ્રકૃતિમાં સંબંધના દાયરામાં આવતા નથી.
યુપીના મુઝફ્ફરનગર જિલ્લાની એક મહિલા તેના પ્રેમી સાથે લિવઈન રિલેશનશિપમાં રહે છે. મહિલા પહેલેથી જ પરિણીત છે. આમ છતાં તે હાલમાં લિવઈન રિલેશનશિપમાં રહે છે. આ લિવઈન રિલેશનશિપથી પરિવાર નાખુશ છે. પરિવારના ડરને કારણે મહિલાએ પોતાના જીવનો ડર વ્યક્ત કરીને સુરક્ષા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કેસની તમામ હકીકતો સમજ્યા બાદ કોર્ટે અરજદારને સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.