નેટફ્લીક્સના ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો ૩’ માં એવા પાવર કપલ્સ જોવા મળશે જે બોલિવૂડ અને રાજકારણની બે અલગ અલગ દુનિયાના છે. અભિનેત્રી પરિણીતી ચોપરા અને તેના પતિ રાજકારણી રાઘવ ચઢ્ઢા શોના આકર્ષણમાં વધારો કરશે. ઉપરાંત, તેઓ તેમના લગ્ન જીવન વિશે ખુલ્લેઆમ વાત કરશે. જોકે, ટીઝર પહેલાથી જ રિલીઝ થઈ ગયું છે, જેમાં કપલની મજેદાર કેમેસ્ટ્રી અને રમુજી મજાક જોવા મળે છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં કપલ સાથેની વાતચીત દરમિયાન, રાઘવે બાળકના આયોજન પર જવાબ આપ્યો છે.

વાતચીત દરમિયાન, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા હોસ્ટ કપિલ શર્માના રમુજી પ્રશ્નમાં ફસાઈ જાય છે, ‘તો પૌત્ર-પૌત્રીઓ ક્યારે આવશે?’ કપિલે પોતાનો એક કિસ્સો શેર કર્યો કે કેવી રીતે તેની માતા નવા લગ્ન સમયે ‘પૌત્ર-પૌત્રીઓ’ વિશે પૂછતી હતી અને પરિણીત યુગલને સલાહ આપી હતી કે કાં તો ઝડપથી નિર્ણય લે અથવા પ્રેશર કૂકર માટે તૈયાર થઈ જાય. રાઘવે પછી એક ચોંકાવનારું ગીત ગાયું, ‘દેંગે, આપકો દેંગે… ગુડ ન્યૂઝ જલ્દી દેંગે.’ તેના જવાબ પછી, પરિણીતી હસે છે અને તેના પતિ તરફ જુએ છે. જ્યારે કપિલ આગળ પૂછે છે, ‘ગુડ ન્યૂઝ આવી રહ્યા છે? લડ્ડુસ દાને લગે હૈ?’ ત્યારે રાઘવ હસીને કહે છે, ‘કોઈક સમયે આપીશ.’ રાઘવ અને પરિણીતીનો આગામી એપિસોડ આજે રાત્રે ૮ વાગ્યે નેટફ્લીક્સ પર સ્ટ્રીમ થશે. અગાઉ, સમદીશ ભાટિયા, રાજ શમની અને કામિયા જાની જેવા લોકપ્રિય પોડકાસ્ટર ‘ધ ગ્રેટ ઇન્કડિયન કપિલ શો’માં દેખાયા હતા.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ૧૩ મે ૨૦૨૩ના રોજ નવી દિલ્હીમાં તેમના નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ઉદયપુરમાં એક ભવ્ય લગ્નમાં લગ્ન પહેલાના અનેક કાર્યક્રમો પછી તેમણે સાત ફેરા લીધા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પરિણીતી આગામી રહસ્ય-સ્થીલર વેબ સિરીઝમાં જાવા મળશે. તે છેલ્લે ‘મિશન રાનીગંજ’ અને ‘અમર સિંહ ચમકીલા’માં જાવા મળી હતી. આ શ્રેણીમાં તાહિર રાજ ભસીન, અનુપ સોની, જેનિફર વિંગેટ, ચૈતન્ય ચૌધરી, હરલીન સેઠી અને સોની રાઝદાન જેવા ઘણા મહાન કલાકારો પણ છે.