અભિનયની દુનિયામાં નામ કમાયા બાદ પરિણીતી એક આંત્રપ્રિન્યોર બની ગઈ છે. તે બોલિવૂડની એવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે બિઝનેસની દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તેણે એક મોટી બ્રાન્ડમાં રોકાણ કર્યું છે.તે ક્લેનસ્ટા નામની હેલ્થ અને પર્સનલ કેર બ્રાન્ડ છે.
તેણે લખ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી હું મારા માટે કંઈક ખાસ અને અનોખું શોધી રહી હતી, પછી મારી નજર ક્લેનસ્ટાની પ્રોડક્શન પર પડી. પરિણીતીએ કહ્યું કે આ કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી, હું ખૂબ જ ખુશ હતી અને મેં રોકાણ કરવાનું નક્કી કર્યું.
અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી તે આ કરવા માંગતી હતી અને છેલ્લા ૮ મહિનાના ઉતાર-ચઢાવ પછી મેં મારી કારકિર્દીમાં કેટલાક જરૂરી ફેરફારો કરવાની યોજના બનાવી છે.
ઉલ્લેખનીય છે કે ક્લેનસ્ટા એક બ્યુટી અને કોસ્મેટિક અને પર્સનલ કેર બ્રાન્ડ છે, જેની સાથે સોહા અલી ખાસ વર્ષ ૨૦૨૨માં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંકળાયેલી હતી. કંપનીની શરૂઆત વર્ષ ૨૦૧૬માં થઈ હતી.
પરિણિતી ચોપરાએ કહ્યું છે કે આવનારા દિવસોમાં આ બ્રાન્ડ ઘણી બધી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આ સાથે તેણે કહ્યું કે તે હંમેશા બિઝનેસ કરવા માંગતી હતી જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે