અમરેલી જિલ્લામાં પરિણીતાઓની સહનશક્તિ ખુટી ગઈ હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવતી રહે છે. બાબરાના કરિયાણા ગામે રહેતા વીરાભાઈ હકુભાઈ સાંકળીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી સેજલ (ઉ.વ.૨૭)ના લગ્ન સાત વર્ષ પહેલા ખંભાળા ગામે રહેતા વિપુલભાઈ કાગડ સાથે થયા હતા. તેને નાના સંતાનો હોવાથી તેના પતિએ લાલકા ગામે તેની માસીની દીકરીની સગાઈમાં જવાની ના પાડી હતી. જેથી તેને લાગી આવતાં ઝેરી દવા પી લેતા જસદણ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જાહેર કરાયેલી માહિતીના આધારે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી વધુ તપાસ કરી રહ્યા છે.