બાબરાના નાની કુંડળ ગામે એક મહિલાએ લગ્નના ત્રણ મહિનામાં જ ઝેરી દવા ગટગટાવતાં સારવાર અર્થે લઈ જવાઈ હતી.
આ અંગે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામનાં કેવલભાઈ ભરતભાઈ બારૈયા (ઉ.વ૨૨)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનાર દક્ષાબેનના ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા.
તેણે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.