તાજેતરમાં જીપીએસસી મૌખિક પરિક્ષામાં નાપાસ થતા વિધાર્થીઓ યુપીએસસી ઇન્ટરવ્યુમાં પાસ થયા છે. જે અંગે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઉપર સૌથી મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જીપીએસસીની મૌખિક પરીક્ષા નિષ્પક્ષ નથી થઈ કેમકે તેમાં એસસી એસટી ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. આ પ્રકારનો આક્ષેપ તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષામાં સંશોધનના તારણમાં આધારે અક્ષર અકાદમીના ડાયરેક્ટર અને પૂર્વ પ્રોફેસર બી સી રાઠોડ જીપીએસસીમાં લેવાયેલી મૌખિક પરીક્ષાના પરિણામોમાં ચકાસણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમકે જીપીએસસી મૌખિક પરીક્ષામાં નીચા માર્ક આપીને જનરલ કેટેગરીમાં સમાવેશ ન થાય તેવું પરિણામ આપવામાં આવે છે.

જીપીએસસીના ચેરમેન ઇન્ટરવ્યૂ લેવડાવે પરંતુ પરિણામમાં મનમાની તો ચેરમેનની જ હોય તેવું લાગે છે. કેમકે ૧૦૦ માર્ક્‌સના ઇન્ટરવ્યૂમાં એસસી એસટી અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીને મળ્યા ફક્ત ૫૦ માર્કથી નીચે હોય જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીને મૌખિકમાં ૭૦થી વધુ માર્ક અપાય છે. જેથી આ પ્રકારનો અન્યાય કરીને એસસી એસટી અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં સમાવેશ ન થાય તેનું કારસ્તાન થઈ રહ્યું છે. જોકે આ અંગે ભાજપના નેતા અને આંજણા ચૌધરી સમુદાયના અગ્રણી હરિભાઈ ચૌધરીએ પણ મુખ્યમંત્રી પત્ર મારફત રજૂઆત કરી છે.

તેમાં જણાવ્યું છે કે,જીપીએસસી  લેખિત પરીક્ષામાં ૪૦૦ ઉપર માર્કસ મેળવનાર ૧૦થી વધુ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં ૫૦થી ઓછા માર્કસ આપવામાં આવ્યા છે. બીજી તરફ ઇબીસી વર્ગના ૪૦૦થી ઓછા માર્કસ લાવનાર અનેક વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં ૭૦થી વધારે માર્કસ આપવામાં આવ્યા છે. આ જ પ્રકારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્‌સ આપવામાં આવ્યા છે. આ પરિણામ આવી જ માનસિકતા બતાવે છે. હસમુખ પટેલના આવ્યા પહેલાં ૩૪૦૦ જણાની પરીક્ષા લેવાઇ, જેમાંથી માત્ર ૧૧ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં ૨૫થી ઓછા માર્ક મળ્યા છે. જ્યારે હસમુખભાઇના અધ્યક્ષ સ્થાને ૭૦૦ વિદ્યાર્થીમાંથી ૧૩૬ વિદ્યાર્થીઓને ૨૫થી ઓછા માર્ક મળ્યા છે.

વર્ષોથી આવા નાના-મોટા પ્રશ્નો તો સામે આવી ચૂક્યા છે. હવે તો આ લોકો ઇન્ટરવ્યૂના ૧૦૦માંથી ૧૫૦ માર્ક કરવા જઇ રહ્યા છે. જો આવું થશે તો કોઇ લેખિતમાં સારા માર્ક લાવ્યા હોય છતાં પણ ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપવામાં આવશે તો તે ક્યારેય પાસ નહીં થાય. હું અહીં કોઇ જ્ઞાતિનો વિરોધ નથી કરતો પણ કોઇ કારણોસર અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોને વધારે માર્ક આપવામાં આવે છે એ અયોગ્ય છે. આ ફક્ત અમારા સમાજનો પ્રશ્ન નથી.એસસી,એસટી,ઓબીસી એમ તમામ સમાજનો પ્રશ્ન છે. પરતું સવાલ એ છે કે, મારા સમાજના લોકો કહે છે કે, અમે ખેડૂતો છીએ, પશુપાલનમાંથી મથીને પૈસા ભેગા કરીએ છીએ. મહિને ૫-૬ હજાર રૂપિયા ખર્ચીને અહીં ક્લાસ ભરીએ છીએ, પરીક્ષા આપીએ છીએ. માર્ક આવે ત્યારે એમ લાગે કે, અમે તો પાસ થઇ ગયા પણ મૌખિક ઇન્ટરવ્યૂમાં નીચા માર્ક આપીને નાપાસ કરાય છે ત્યારે અમારે આપઘાત કરવાનો વારો આવે છે આવી પરિસ્થિતિ છે. અમારા સમાજનો છોકરો યુપીએસસીમાં પાસ થયો ત્યારે અમને ખબર પડી કે હકીકતમાં આ ફરિયાદ સાચી છે. ભાજપના કેટલાક ધારાસભ્યો પણ એમ કહે છે કે તમે લડો, અમે તમને મદદ કરીશું, કેમ કે અન્યાય તો ન જ થવો જોઇએ.

ઉમેદવારો તો એવું કહે છે કે, તમે કહો તો અમે પાંચેક હજાર ઉમેદવારો આવી જઇએ પણ હું સરકારને ડેમેજ કરવા નથી માગતો. ભૂપેન્દ્રભાઇ પટેલે આજ સુધીમાં કોઇને નેગેટિવ જવાબ આપ્યો નથી.એલઆરડીમાં પણ સંખ્યા વધારીને તેમણે ન્યાય આપ્યો છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો બધા જ સમાજના આગેવાનને બોલાવી સરકારમાં રજૂઆત કરીશું, બાકી અમે તો કોર્ટ મેટર કરવાના જ છીએ. આનો તો અમે જવાબ માગવાના જ છીએ. આમ જીપીએસસી મૌખિક પરીક્ષા અંગે તારનો આધારે મુખ્યમંત્રી રજૂઆત કરવામાં આવી છે. ઉકેલ મળે તેવી અપેક્ષા આમાં સેવમામાં આવી રહી છે.