એક મોટી કાર્યવાહીમાં ટિવટરે ચીનના હજોરો ટિવટર એકાઉન્ટ્‌સ બંધ કરી દીધા છે જે કોઈક રીતે સરકારી પ્રોપેગેન્ડા અને માનવઅધિકારોના દુરુપયોગ માટે પ્રતિબદ્ધ હતા.ટિવટર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે તેની લગામ તાજેતરમાં ભારતીય અમેરિકન પરાગ અગ્રવાલના હાથ પર પહોંચી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર ટિવટરે માત્ર ચીન જ નહીં પરંતુ લગભગ છ દેશો સામે પણ આવું પગલું ભર્યું છે, પરંતુ ચીનમાં સૌથી વધુ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિવટરે અહેવાલ આપ્યો હતો કે તેણે સરકારના સમર્થનમાં પોસ્ટ કરતા ૩,૪૦૦થી વધુ એકાઉન્ટ્‌સ બંધ કરી લીધા છે. જેમાંથી સૌથી વઘુ ખાતા ચીનના છે.એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે લગભગ છ દેશોમાંથી સેંકડો ટિવટર એકાઉન્ટ્‌સ દૂર કર્યા છે, પરંતુ તેમાંથી મોટાભાગના ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની તરફેણમાં પોસ્ટ કરાયેલા નેટવર્કનો ભાગ હતા જે શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગરોની મુસ્લિમ લઘુમતીના હતા.
એક અહેવાલ મુજબ હેશટેગ#StopXinjiangRumours સાથે પોસ્ટ કરવામાં આવેલા દરેક નેટવર્કમાંથી ૩૦,૦૦૦થી વધુ ટ્‌વીટ્‌સની ઓળખ કરવામાં આવી હતી. આ બધા ટ્‌વીટ્‌સ કાં તો શી જિનપિંગને પ્રોત્સાહન આપી રહ્યા હતા અથવા તેમાંથી ઘણામાં વિદેશી રાજકારણીઓને નિશાન બનાવી રહ્યા હતા.ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એએસપીઆઇ)ના જણાવ્યા અનુસાર ટિવટર દ્વારા બંધ કરાયેલા ૨,૧૬૦ એકાઉન્ટ્‌સની શરમજનક સામગ્રીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ટિવટરે અહેવાલ આપ્યો છે કે ૯૭ ટકા બંધ એકાઉન્ટ્‌સના પાંચથી ઓછા ફોલોઅર્સ છે અને ૭૩ ટકાના એક પણ ફોલોઅર્સ નથી. ઉપરાંત ૯૮ ટકા ટ્‌વીટ પર કોઈ પણ પ્રકારની લાઇક્સ અથવા રિટ્‌વીટસ ન હતા. ચીનના રાજદ્વારીઓ અને અધિકારીઓ દ્વારા ઘણીવાર વધારાના ખાતાઓને પ્રોત્સાહન આપવામાં આવતું હતું.
અહીં સૌથી મહત્વની બાબત એ છે કે ટિવટરે આ પગલું ભર્યાના એક દિવસ બાદ જ મેટાએ ખુલાસો કર્યો હતો કે તેણે “ઇન્ટરનેટ પર કોવિડ-૧૯” સાથે સંબંધિત ગેરમાર્ગે દોરનારા સમાચાર ફેલાવવા માટે ૬૦૦થી વધુ ચીની એકાઉન્ટ્‌સ અને ગ્રુપ્સને દૂર કર્યા છે. મેટાની સુરક્ષા નીતિના પ્રમુખ નેથાનિયલ ગ્લેઝરે સંકલિત અપ્રમાણિક વર્તન અંગેનો પોતાનો પ્રથમ અહેવાલ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે કંપનીએ ચીન, યુરોપિયન દેશો, પેલેસ્ટાઇનમાં અનેક ખાતાઓ દૂર કર્યા છે.