કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોતમભાઇ રૂપાલાની અવધ ચેરિ. ટ્રસ્ટ એવમ વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગાયના ગોબરથી બનેલ દીવડા આપી ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા મંત્રી પરશોતમભાઇ રૂપાલાનું અભિવાદન કરાયું હતું. કેન્દ્રીય મંત્રીએ આ ટીમને કામધેનુ દીપાવલી અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કામગીરીને વધુ વેગ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.