ઈમરાન ખાને અફઘાનિસ્તાનમાં અમેરિકાના ૨૦ વર્ષ લાંબા ‘આતંક સામેના યુર્દ્ધમાં સામેલ થવાના પાકિસ્તાનના નિર્ણય પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ૨૦૦૧માં જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તત્કાલિન સૈન્ય શાસક જનરલ પરવેઝ મુશર્રફ આ મામલે નિર્ણય લેનારાઓની નજીક હતા. આ પાકિસ્તાનના લોકોના હિતમાં ન હતું.
ઈમરાન ખાને પાકિસ્તાની નિર્ણય પર ખેદ વ્યક્ત કરતા સ્વીકાર્યું કે અમેરિકાની તરફેણમાં લેવાયેલો આ નિર્ણય જાહેર હિતમાં નહીં પરંતુ પૈસા મેળવવા માટે લેવાયો છે. ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓને સંબોધતા પાક પીએમએ કહ્યું, હું સારી રીતે જાણું છું કે નિર્ણય પાછળ શું વિચારો હતા. આ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. અમે બીજાને અમારો ઉપયોગ કરવા દઈએ છીએ. આ સહાય માટે દેશની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. પૈસા માટે વિદેશ નીતિ બનાવવામાં આવી હતી, જે જનહિતની વિરુદ્ધ હતી. ખાને અગાઉ અનેક પ્રસંગોએ કહ્યું છે કે ૨૦ વર્ષના યુદ્ધના પરિણામે પાકિસ્તાનને ૮૦,૦૦૦ થી વધુ લોકોના મોત અને ઇં૧૦૦ બિલિયનથી વધુનું આર્થિક નુકસાન થયું છે.
ઈમરાન ખાને અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ સર્જવા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. જા યુ.એસ.માં અફઘાનિસ્તાનના ખાતાઓ ફ્રીઝ કરવામાં આવે અને તેમની બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતા દાખલ કરવામાં આવે તો આ સંકટ ટાળી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું. જા કે, અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે, યુએસ સ્ટેટ સેક્રેટરીએ પણ કહ્યું છે કે લિક્વિડિટી મોડલિટી પર ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે જનરલ પરવેઝ મુશર્રફને નિવૃત્તિ પર ૨ કરોડ રૂપિયા મળ્યા હતા પરંતુ તેમણે લંડન અને યુએઇમાં ૨૦ કરોડ રૂપિયામાં બે ફ્લેટ ખરીદ્યા હતા. નૂરાનીએ તેમની વેબસાઈટ ફેક્ટ ફોકસ પર જાહેર કરેલા અહેવાલમાં યુકે અને યુએઈના દસ્તાવેજાને ટાંકીને જણાવ્યું હતું કે મુશર્રફે ૧૩ મે, ૨૦૦૯ના રોજ લંડનમાં આશરે ૨૦ કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે “યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આૅફ ફોરેન એસેટ્‌સ કંટ્રોલ (ઓએફએસી) એ અફઘાન લોકો માટે માનવતાવાદી સહાય અને અન્ય સમર્થનના સતત પ્રવાહને સરળ બનાવવા માટે ત્રણ સામાન્ય લાઇસન્સ જારી કર્યા છે.”