દિલ્હીની જોમા મસ્જિદમાં પયગંબર મોહમ્મદ અંગેના નિવેદનને લઈને નૂપુર શર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો.મુસ્લિમ સમાજના લોકો શુક્રવારની નમાજ અદા કર્યા બાદ મોટી સંખ્યામાં બેનરો અને પોસ્ટર લઈને પહોંચ્યા હતા. જેમાં નુપુર શર્મા અને નવીન જિંદાલની તસવીરો લગાવામાં આવી હતી અને પ્રદર્શનકારીઓ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
જોમા મસ્જિદના શાહી ઈમામે કહ્યું હતું કે, તેમણે ખબર નહોતી કે જોમા મસ્જિદની બહાર આવી રીતે કોઈ પ્રદર્શન થઈ શકે છે. જોકે, આટલા મોટા પ્રદર્શનની કોઈપણ અપેક્ષા નહોતી. આ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને પ્રદર્શનકારીઓને સમજોવીને ઘરે મોકલવાના પ્રયાસો કરતા નજરે પડી રહ્યાં હતાં.
આજે શુક્રવારની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. દિલ્હીની જોમા મસ્જિદથી લઈને કોલકાતા અને યુપીના ઘણા શહેરોમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. યુપીની રાજધાની લખનૌ ઉપરાંત દેવબંદ, પ્રયાગરાજ અને સહારનપુરમાં નૂપુરની ધરપકડની માંગને લઈને ભારે હોબાળો થયો હતો. પોલીસે દેવબંદમાં પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
જોમા મસ્જિદ ખાતે દેખાવકારોએ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે લોકોએ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે પોલીસનું કહેવું છે કે હાલ સ્થિતિ કાબુમાં છે. જોમા મસ્જિદના શાહી ઈમામનું કહેવું છે કે તેઓ આ વિરોધ અંગે કંઈ જોણતા નથી. તેમજ મસ્જિદ દ્વારા કોઈ વિરોધ પણ બોલાવવામાં આવ્યો ન હતો. જોમા મસ્જિદના શાહી ઈમામે કહ્યું, તેમને ખબર ન હતી કે જોમા મસ્જિદની બહાર આ પ્રકારનું પ્રદર્શન થવાનું છે. તેમ જ જોમા મસ્જિદ દ્વારા વિરોધ બોલાવવામાં આવ્યો ન હતો, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું, કેટલાક લોકોએ જોમા મસ્જિદ ચોક એટલે કે ગેટ નંબર એક પર નારા લગાવવાનું શરૂ કર્યું. કોણ છે આ લોકો, પોલીસ શોધી કાઢશે. પોલીસને ખબર પડશે કે આ લોકો કોણ છે અને કોણે આ સૂત્રોચ્ચાર કર્યા છે. કોઈ જોણતું ન હતું, મને લાગે છે કે પોલીસને પણ ખબર નહોતી કે પ્રદર્શન થવાનું છે. શુક્રવારની નમાજ બાદ યુપીના લખનૌ, પ્રયાગરાજ, સહારનપુર અને દેવબંદમાં નુપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા. આ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર પણ થયો હતો. દેવબંદમાં પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લીધા છે. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી.
જ્ઞાનવાપીમાંથી ‘શિવલિંગ’ મળી આવવાના મુદ્દે એક ટીવી ન્યૂઝ ચેનલમાં ચાલતી ડીબેટ વખતે ભાજપ પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરતાં દેશભરમાં મુસ્લિમ જૂથો દ્વારા વિરોધ કરાયો હતો. નુપુર શર્માની ધરપકડની માગણી કરતાં કાનપુરમાં શુક્રવારે હિંસક રમખાણો પણ ફાટી નિકળ્યા હતા. બીજીબાજુ ભાજપના દિલ્હી મીડિયાના વડા નવીનકુમાર જિંદાલે પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટ્‌વીટ કરતાં તેમના વિરુદ્ધ પણ મુસ્લિમોમાં આક્રોશ ફેલાયો હતો.