અમરેલી જિલ્લામાંથી યુવતીઓનો ઘર છોડીને જતા રહેલાનો સિલસિલો યથાવત છે. મૂળ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામની અને હાલ રાજુલામાં રહેતી એક યુવતી ‘પપ્પા હું મારી મરજીથી જાવ છું. મને ગોતતા નહીં’ તેમ ચિઠ્ઠી લખી ઘરને તાળું મારીને ચાવી પડોશીને ત્યાં આપી ચાલી નીકળી હતી. આ અંગે રમેશભાઈ જાદવભાઈ ટાંકે જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ઘરે તાળું મારીને ચાવી પાડોશમાં આપીને કોઇને કાંઇ કહ્યાં વગર જતી રહી છે. ઘરેથી ગઈ તે વખતે તેણે શરીરે ગુલાબી કલરનું ટોપ તથા કાળા કલરની કુર્તી પહેરેલ છે તેમજ વાને શ્યામવર્ણી તથા પાતળા બાંધાની અને સાડા ચારેક ફુટ ઉંચાઇની છે. તે ઘરે કોઇ કિંમતી ચીજવસ્તુ કે દર દાગીના લઇ ગઈ નથી. ઉપરાંત ’’પપ્પા હું મારી મરજીથી જાવ છું, મને કોઇ બળજબરી નથી કરતું. મને કોઇ ગોતતા નહી અને ખોટો મારી પાછળ ખર્ચો ના કરતાં.” તેમ લખેલી કાગળની ચિઠ્ઠી છોડતી ગઈ છે. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.