પપૈયામાં ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખી, કથીરી, ચિકા (મિલિબગ), ભીંગડાવાળી જીવાત તથા ગોકળગાયનો ઉપદ્રવ જોવા મળે છે. તે સિવાય ફળમાખી પણ કયારેક ઉપદ્રવ કરતી જોવા મળી છે.
મોલો:કપાસમાં ઉપદ્રવ કરતી મોલો પપૈયાના પાકમાં નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતના બચ્ચાં તથા પુખ્ત પાન ઉપર રહી રસ ચૂસે છે. જો કે તેનો ઉપદ્રવ ગંભીર પ્રમાણમાં જોવા મળતો નથી. પરંતુ પપૈયાના પાકમાં વિષાણુથી થતા રોગના વાહક તરીકે કામ કરતી હોવાથી તેના નિયંત્રણનું મહત્વ વધી જાય છે.
સફેદ માખી: પુખ્ત માખી આશરે એકાદ મિ.મી. લંબાઈ ધરાવે છે. તે મીણ જેવા સફેદ આવરણથી છવાયેલી પાનની હોય છે. જયારે બચ્ચાં અંડાકાર, ભીંગડા જેવા અને લીલાશ પડતા સફેદ રંગના હોય છે. બચ્ચા તથા પુખ્ત કીટક પાનની નીચે સ્થાયી થઈ તેમાંથી રસ ચૂસે છે. ઉપદ્રવનું પ્રમાણ વધુ હોય તો અસર પામેલા પાન પીળા રંગના થઈ કોકડાય જાય છે. વધુમાં આ જીવાત વિષાણુજન્ય રોગના વાહક તરીકે કામ કરે છે.
ચિકટો (મિલિબગ):
આ જીવાત પાન, થડ અને ફળો ઉપર નુક્સાન કરે છે. બચ્યાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે. પાન ઉપર ઉપદ્રવ થવાથી પાનની ધારો વળી જાય છે. વધુ ઉપદ્રવ થતા પાન ખરી પડે છે. ફળ ઉપર ઉપદ્રવનું પ્રમાણ વધુ હોય તો ફળ ખાવાલાયક રહેતા નથી.
ભીંગડાવાળી જીવાત:
માદા ગોળાકાર, પીળાશ પડતા નારંગી રંગની તથા પાંખ વગરની હોય છે તે ભીંગડા નીચે આ સમગ્ર જીવન વિતાવે છે. નર ફક્ત એક જોડ પાખ ધરાવે છે. ઈંડામાંથી નીકળેલા ક્રાઉલર્સ પીળા રંગના હોય છે. શોષક પ્રકારની આ જીવાત પાનની સપાટી ઉપર યોગ્ય જગ્યાએ સ્થિર થઈ રસ ચૂસવાનું શરૂ કરે છે. પાન, થડ અને ફળો ઉપર નુકસાન કરે છે. કીટનાશકનો છંટકાવ કરવો. છોડની નાની અવસ્થામાં નુકસાન કરે તો પાન ખરી પડે છે. થડ ઉપર થતા ઉપદ્રવના કારણે પેશીઓ નબળી પડતા રોગજન્ય ફુગનું દ્રિતિય આક્રમણ થાય છે. ફળ ઉપર ઉપદ્રવ થવાથી લીલા રંગના ધાબા પડે છે. ફળનો આકાર
વિકૃત થઈ જાય છે અને તે ખાવાલાયક રહેતુ નથી. ચુસીયા પ્રકારની જીવાતો માટે નિયંત્રણના
પગલા: મોલો-મશી તથા સફેદ માંખીના જૈવિક નિયંત્રણ માટે ક્રાયસોપાના ઈયળો પ્રતિ હેકટર ૧૦,૦૦૦ની સંખ્યામાં બે વખત છોડવી. લીબોળીના બીજનું ૫ ટકાનું દ્રાવણ અથવા બજારમાં મળતી એઝાડીરેકટીન આધારિત કિટનાશકનો પ્રવાહી મિશ્રનો છંટકાવ કરવો. ખાસ કરીને ચૂસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવનું પ્રમાણ ઓછુ હોય ત્યારે આવી કીટનાશકો વાપરવી, મિથાઈલ-એ- ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસ.પી. ૨ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી જરૂર મુજબ છંટકાવ કરવો. ચીક્તાનો ઉપદ્રવ વધુ જોવા મળે તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છટકાવ કરવો તેની સાથે એક ચમચી જેટલો કપડાં ધોવાનો પાઉડર મિશ્ર કરવો, પપૈયાના પાકમાં જો વિષાણુથી થતા રોગની શરૂઆત થાય તો દર ૧૫ દિવસના અંતરે શોષક પ્રકારની કિટનાશકનો છટકાવ કરવો.ફળમાખી ઃ – આપણા દેશમાં પપૈયાના પાકમાં આ જીવાતનો ગંભીર પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળતો નથી. પપૈયાના પાકા ફળોમાં કયારેક ઉપદ્રવ જોવા મળે છે. કાચા ફળોમાં જયારે ફળમાખીની માદા ઈંડાં મુકે ત્યારે તેમાંથી નીકળતા દૂધના કારણે ઈંડાંમાંથી ઈયળ બહાર નીકળી શકતી નથી. પુખ્ત(માખી) પીળા રંગની હોય છે. તેની પાંખ ઉપર કાળા રંગના ધાબા હોય છે. માદા ફળમાખી ૧૦૦ અથવા તેથી વધુ ઈંડા મુકે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ બીજ તથા અંદરનો ભાગ ખાય છે. પુખ્ત ઈયળ ફળનો માવો ખાઈને નુકશાન કરે છે. ત્યાર બાદ ફળમાંથી બહાર નીકળી જમીનમાં કોશેટો બનાવે છે. ઉપદ્રવિત ફળ પીળા પડી ખરી પડે છે. ઈંડામાંથી નીકળેલ ઉપલ બીજ તથા અંદરનો ભાગ ખાય છે. પુખ્તો દળોમાંથી ખાઈને નુક્શાન કરે છે. ત્યાર બાદ દળમાંથી બહાર નીકળી જવાથી કોરા બનાવે છે. ફળ પાકા પડી ખરી જાય છે.
નિયંત્રણ:
જો પપૈયાના વાવેતરનો વિસ્તાર ઓછો હોય તો ફળમાખીની માદાને ઇંડાં મૂકતી અટકાવવા માટે નાના ફળ ઉપર કાગળની કોથળી ચઢાવવી. બી વગરના પપૈયાનું વાવેતર કરવાથી પણ ફળમાખીનો ઉપદ્રવ નિવારી શકાય છે. નુક્સાન પામેલ ફળો નિયમિત વીણી લઈ જમીનમાં દાટી દેવા નર ફળમાખીના નિયંત્રણ માટે પ૦૦ ગ્રામ ગોળને ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેમાં મેરાથીયોન ૫૦ ઈસી ૨૦ મિ.લિ. ભેળવીને ફૂલ આવ્યા બાદ દર અઠવાડિયે એકવાર મોટા ફોરા પડે તે રીતે છાંટવી. ફળમાખીને આકર્ષવા કલ્ચર ટ્રેપનો પણ ઉપયોગ કરી શકાય (હેક્ટરે ૧૫ થી ૨૦ પ્રમાણે)
ગોકળગાય:
દક્ષિણ ગુજરાતમાં પપૈયાની વાડીઓમાં ગોકળગાયનો ઉપદ્રવ જોવા મળે છે. સામાન્ય રીતે રાત્રિ દરમિયાન સક્રિય રેહતી આ ગોકળગાય ચોમાસાની ઋતુમાં તથા ભેજવાળી જગ્યાએ વધુ. ઉપદ્રવ કરતી જોવા મળે છે. આ જીવાત પાંદડા ખાઈને નુકસાન કરે છે. પપૈયાના છોડની શરૂઆતની અવસ્થામાં ઉપદ્રવ થાય તો થડની છાલ કોરી ખાય છે, જેથી છોડ સુકાઈ જાય છે અથવા તેનો વિકાસ નબળો પડે છે. ફળની ઉપરની છાલ કોરીને પણ નુકસાન કરે છે જેથી ફળની ગુળવત્તા બગડે છે.
નિયંત્રણ:
ગોકળગાયની વિશિષ્ટ શારીરિક રચના તથા દિવસ દરમિયાન ઓછી સક્રિયતાના કારણે તેના ઉપદ્રવને કાબૂમાં લેવા માટે સંકલિત નિયંત્રણના પગલાં લેવા જરૂરી છે. વધુમાં બહોળા વિસ્તારમાં તેનો ઉપદ્રવ થતો હોઈ નિયંત્રણના ઉપાયો સામુહિક ધોરણે અપનાવવા જેથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય. કચરાવાળી કોહવાતી જગ્યાએ તથા શેઢાપાળામાં ગોકળગાયનું સંવર્ધન થતું હોવાથી તેમાં રહેલા ઈંડાઓના સમૂહ બચ્ચા તથા ગોકળગાયનો નાશ કરવો. તેમજ શેઢાપાળા સાફ રાખવા. ગોકળગાય કદમાં મોટી હોવાથી તેને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં ડુબાડી નાશ કરવો, જે જગ્યાએ ગોકળગાય મોટી સંખ્યામાં જોવા મળે તેવી જગ્યાએ તમાકુનો ૧% નો ભૂકો ભભરાવવો. સેઢાપાળા કે વાડામાં મોટા જથ્થામાં એક જગ્યાએ ગોકળગાય જોવા મળે તો તેના પર પાંચટકાનું મીઠાનું દ્રાવણ છાટવું, પપૈયાના થડ ઉપર ગોકળગાયને ચઢતી અટકાવવા માટે થડની ફરતે ફોડેલાફ્રેનામાંથી બનાવેલું દ્રાવણ ચોપડવું,