એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પનામા પેપર્સ લીક કેસ સાથે જોડાયેલા એક વ્યક્તિ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં તેના મધ્યપ્રદેશ અને ગોવા પરિસરમાં દરોડા પાડીને ૮૮.૩૦ લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે સંજય વિજય શિંદે વિરુદ્ધ આ દરોડા પાડવામાં આવ્યા હતા. શિંદે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ સ્થિત ફર્મમાં ફાયદાકારક હિત ધરાવે છે અને વિવિધ વિદેશી સંસ્થાઓ દ્વારા તેમના સિંગાપોરના બેંક ખાતામાં રૂ. ૩૧ કરોડથી વધુ જમા કરાવ્યા છે.
ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભોપાલ અને ગોવામાં સ્થિત શિંદેના ચાર પરિસરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી ૮૮.૩૦ લાખની રોકડ મળી આવી હતી અને સંડોવણી દર્શાવતા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ મની લોન્ડરિંગ કેસ શિંદે સામે આવકવેરા વિભાગની ચાર્જશીટ પર આધારિત છે. પનામા પેપર્સ લીક કેસમાં શિંદેનું નામ સામે આવ્યું હતું.