લાઠીના દુધાળા ગામને જળસિંચન કામગીરી દ્વારા સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ કરનાર અગ્રણી ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાને આજે એક મહત્વપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે.
પ્રવરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પી.આઈ.એમ.એસ.) યુનિવર્સિટી દ્વારા તેમને વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટની પદવી પ્રદાન કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને એક વિશેષ સમારોહમાં સવજીભાઈ ધોળકીયાને આ પ્રતિષ્ઠિત પદવી એનાયત કરી. આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યના મહેસૂલ મંત્રી રાધાકૃષ્ણ પાટીલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સાથે, હવેથી તેઓ પદ્મશ્રી ડોક્ટર સવજીભાઈ ધોળકિયા તરીકે ઓળખાશે. તેમને આ માનદ પદવી મળતાં સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.