બોલિવૂડમાં હંમેશા ચર્ચાનો વિષય બનેલી એક્ટ્રેસ કંગના રનૌત ફરી એકવાર પ્રેમમાં પડી ગઈ છે. ઈશારામાં તેણે આ હકીકત સ્વીકારી લીધી છે. તેણે કહ્યું કે બહુ જલ્દી તે આ અંગે મોટો ખુલાસો કરવા જઈ રહી છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત એક્ટ્રેસનું દિલ પહેલેથી જ ધડકી ગયું છે. મુક્ત મને વાત કરનારી એક્ટ્રેસ એક સમયે હૃતિક રોશનના પ્રેમમાં હતી. પરંતુ તેનો અંત બહુ જ ખરાબ આવ્યો હતો. જેને લઈને ઘણા વિવાદો પણ ચર્ચામાં આવ્યા હતા.
જૂની વાતોને ભૂલીને હવે કંગના ફરી એકવાર નવા સપનામાં ખોવાઈ ગઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બોલિવૂડની ‘ક્વીર્ન એ કહ્યું કે તેણે આગળના પાંચ વર્ષ માટે પ્લાનિંગ કર્યું છે. એક્ટ્રેસ પોતાની જોતને પત્ની અને માતા તરીકે જુએ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમનું અફેર ચાલી રહ્યું છે? તો તેણે કહ્યું કે ટૂંક સમયમાં બધાને આ વિશે પણ જોણ થઈ જશે. કંગનાએ ઈશારો કર્યો કે તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થયો છે, જેની ટૂંક સમયમાં જ ખબર પડશે.
પોતાના વીતેલા દિવસોને યાદ કરતાં કંગનાએ કહ્યું કે મેં ભારત પણ જોયું છે જ્યાં મને અંગ્રેજી ન બોલવા બદલ શરમ આવતી હતી. તેણીએ વધુમાં જણાવ્યું કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં મધ્યમવર્ગીય પરિવારમાંથી આવવા બદલ તેણી શરમ અનુભવતી હતી. તેણીએ આગળ કહ્યું કે હવે હું એ સમય પણ જોઈ રહી છું જ્યારે લોકો છાતી ઠોકીને કહે છે કે ભાઈ અમને અંગ્રેજી નથી આવડતું. આ સમય બદલાયો છે અને તે વધુ બદલાશે.
તમને જણાવી દઈએ કે કંગનાને તેની બે ફિલ્મો ‘મણિકર્ણિર્કા અને ‘પંર્ગા માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે મિત્રો, એક કલાકાર તરીકે મને પ્રેમ, સમ્માન અને ઘણા બધા પુરસ્કારો મળ્યા છે. પણ આજે મારા જીવનમાં પહેલીવાર, એક નાગરિક તરીકે, એક આદર્શ નાગરિક તરીકે, મને એવોર્ડ મળ્યો છે. પદ્મશ્રી એવોર્ડ આ દેશ તરફથી આ સરકાર તરફથી મળ્યો હોય હું ખૂબ ખૂબ આભારી છું.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કંગના રનૌતે તાજેતરમાં જ ‘તેજર્સનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તે ભારતીય વાયુસેનાના પાયલોટ તેજસ ગિલની ભૂમિકા ભજવશે. આ સિવાય અભિનેત્રી ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દીર્દા, ‘ઇમરજર્ન્સી, ‘ધાકર્ડ, ‘તેજર્સ અને ‘ધ અવતારઃ સીર્તામાં જોવા મળશે.