અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ ધરમનગરમાં દુશ્મેશ્વર યુવક મંડળ દ્વારા ભુરખીયા ચાલીને પદયાત્રીઓને ગુંદી ગાંઠિયાનું પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સહિતના લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે દુશ્મેશ્વર યુવક મંડળે જહેમત ઉઠાવી હતી.