સાવરકુંડલા શહેરમાં એક યુવકને તેની પત્ની સાસરીમાં રહેવા માંગતી ન હોવાથી માથાકૂટ થતી હતી. પત્ની પિયર જતી રહી હતી અને સાસરીમાં આવવા માંગતી ન હોવાથી પતિને લાગી આવતાં તેણે હાથ પર બ્લેડના ઘા માર્યા હતા. મૂળ ખાંભાના મોટા સમઢીયાળા ગામના અને હાલ સાવરકુંડલામાં રહેતા સુરજભાઈ જયંતિભાઈ દાફડા (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, તેમને તેની પત્ની નિર્મળાબેન સાથે પાંચ મહિનાથી સાસરે રહેવા બાબતે માથાકૂટ થતી હતી. જેથી પત્ની રાજકોટ પીયરમાં જતી રહી હતી અને સાસરે આવવા માંગતી ન હોતી. આ વાતનું લાગી આવતાં તેમણે પોતાની મેળે બ્લેડ વડે બંને હાથના કાંડા પર ચેકા માર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.