અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. ધારીના ડાંગાવદર ગામની સીમમાં એક પતિએ તેની પત્ની સાથે મનદુઃખ બાદ લાગી આવતા ગલાફાંસો ખાધો હતો. બનાવ અંગે મૂળ રાજસ્થાનના બાંસવાડાના બહાદુ છગનલાલ ડીંડોક (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, રામચંદ્ર જીવાભાઈ પારગી (ઉ.વ.૩૨)ને તેમની પત્ની સાથે મનદુઃખ થતા લાગી આવતાં ડાંગાવદર ગામની સીમમાં ભાગવી રાખેલી વાડીએ લીમડાના ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એમ. માંજરીયા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં ચક્કરગઢ રોડ પર રહેતા નીતિનભાઈ પ્રાગજીભાઈ ચાવડા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર ચિરાગભાઈ નીતિનભાઈ ચાવડા (ઉ.વ.૩૨)એ નશાના કારણે પોતાની મેળે ઘરે રૂમની છતમાં હુક સાથે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એેએસઆઈ બી. વાય. હબસી વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકંડલામાં રહેતા ધ્રુવીલભાઈ મુકેશભાઈ રાયચુરા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, મુકેશભાઈ લક્ષ્મીદાસ રાયચુરા (ઉ.વ.૬૦)ને વેપારમાં આર્થિક નુકસાન થતાં માનસિક તણાવમાં રહેતા હતા. જેથી તેમણે અનાજમાં નાખવાના ટીકડા પી લેતા સારવારમાં મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જી. બગડા વધુ તપાસ કરી રહ્યા છે.