રોહિણી કોર્ટે પોતાની પત્ની સાથે અકુદરતી સેક્સ માણવા અને તેની સંમતિ વિના ગર્ભપાત કરાવવાના આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, તેમની સામે ગંભીર આરોપો છે. વેકેશન જજ સુનીલ કુમાર આરોપીની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા હતા, જેમની પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ ૩૭૭ (અકુદરતી અપરાધ), ૩૧૩ (મહિલાની સંમતિ વિના ગર્ભપાત કરાવવો) અને ૪૯૮ એ (બળાત્કાર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પતિ અથવા તેના સંબંધી દ્વારા આઈપીસી (†ી પ્રત્યે ક્રૂરતા) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આદેશમાં કોર્ટે કહ્યું કે, આરોપી અથવા અરજદાર તરફથી ગર્ભપાત અને અકુદરતી સેક્સના ગંભીર આરોપો છે. ફરિયાદીના નિવેદન પરથી આ આક્ષેપો એકદમ સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં જામીન અરજી સ્વીકારવાનો કોઈ આધાર નથી. સુનાવણી દરમિયાન, ફરિયાદીના વકીલે આરોપ લગાવ્યો કે આરોપીએ પીડિતાના ચહેરા પર બિયરની બોટલ ફેંકીને અને તેના શરીર પર સિગારેટ સળગાવીને ઈજા પહોંચાડી.
અધિક સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે ઘરેલું ક્રૂરતા ઉપરાંત આરોપીએ આઈપીસીની કલમ ૩૭૭ અને ૩૧૩ હેઠળ ગુનો કર્યો છે.એફઆઇઆર મુજબ, પીડિતાએ સપ્ટેમ્બર ૨૦૨૧માં આરોપી સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેણે તેની સાથે અકુદરતી સેક્સ કર્યું હતું અને દહેજની માંગણી કરી હતી. તેમજ જાન્યુઆરી ૨૦૨૨માં તેણે બળજબરીથી તેનો ગર્ભપાત કરાવ્યો હતો. કહેવાય છે કે પતિએ શરીર પર સળગતી સિગારેટ સળગાવીને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી.