રાજસ્થાનના ઉદયપુરમાં ત્રણ દિવસ પહેલા મહિલાની મળેલી લાશનું રહસ્ય ઉકેલાઇ ગયું છે. મહિલાને તેના જ પતિએ દારૂ પીવડાવીને મોતને ઘાટ ઉતારી હતી. પત્નીને જાનથી મારવાનો આ બીજા પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નમાં કુવામાં ધકેલી હોવા છતા બચી ગઈ હતી. પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં પતિએ ખુલાસો કર્યો કે પત્ની દિવસભર ફોન પર વાત કરતી હતી. પત્નીના ચરિત્ર્ય પર શંકા હોવાના કારણે તેની હત્યા કરી દીધી હતી.
પોલીસ અધિકારી કમલેન્દ્ર સિંહે જણાવ્યું કે પૂછપરછમાં પતિ દૌલત સિંહે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. તેણે જણાવ્યું કે પહેલા પત્ની સાથે તેણે ઘર જે દારૂ પીધો હતો. આ પછી તેણે નશામાં માથા પર સ્ટિકથી હુમલો કરીને તેને બેભાન કરી દીધી હતી. આ પછી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ સાથે તેણે ફોન પણ ફ્લાઇટ મોડ પર રાખ્યો હતો જેથી લોકેશન ટ્રેસ ના થઇ શકે.
પોલીસે જણાવ્યું કે ગુરુવારે એક ખાડામાં લાશ પડી હોવાની સૂચના મળી હતી. ગોગુંદા પોલીસે બધી તપાસ પછી હત્યાનો મામલો સામે આવ્યો હતો. મહિલાની ઓળખ દૌલત સિંહની પત્ની હેમા ચૌહાનના રૂપમાં થઇ હતી. પોલીસે તેના પતિની પૂછપરછ કરી હતી. જાકે કોઇ સાબિતી મળી ન હતી.
પોલીસે હાઇવેના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. લાશ મળવાના એક દિવસ પહેલા દૌલત સિંહ કારથી નીકળતો જાવા મળ્યો હતો. પોલીસે દૌલત સિંહની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી તો તેણે પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે દૌલત સિંહ લાંબા સમયથી હેમાના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. તેની લઇને ઝઘડો પણ થતો હતો.
હેમા ફોન પર લાંબા સમય સુધી લોકો સાથે વાત કરતી હતી. જેનાથી પત્નીના ચારિત્ર્ય પર શંકા વધારી પ્રબળ બની હતી. ઘણી વખત દૌલત સિંહે મારપીટ પણ કરી હતી. આ દરમિયાન હેમાએ તેના પર દહેજ પ્રતાડિતનો કેસ પણ કર્યો હતો. પછી બંને વચ્ચે સમાધાન થયું હતું. જાકે આમ છતા પતિ તેના ચારિત્ર્ય પર શંકા
કરતો હતો. જેથી હેમા પર સ્ટિકથી હુમલો કર્યા હતો અને પછી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. લાશને હાઇવેના કિનારે ફેંકી પોતાના ગામ ચાલ્યો ગયો હતો.
પોલીસે જણાવ્યું કે દૌલત એટલો ચાલાક હતો કે તેણે કોઇને શંકા ના જાય તે માટે પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. આ સિવાય દારૂ પીવા દરમિયાન ફોનને ફ્લાઇટ મોડ પર કરી દીધો હતો. જેથી નેટવર્કનું લોકેશન ટ્રેસ ના થઇ શકે.