સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ત્રણ દિવસ માટે આઈસોલેશનમાં જતા રહ્યા છે.પત્ની ડિમ્પલ યાદવનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અખિલેશે પોતે જ આ નિર્ણય લીધો છે.મળતી વિગતો પ્રમાણે આજે તેઓ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની અલગઢમાં યોજાનારી રેલીમાં પણ સામેલ નહીં થાય અને ઓનલાઈન સંબોધન કર્યું હતું.અખિલેશની પત્ની ડિમ્પલ યાદવનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો.તેમની પુત્રી પણ કોરોનાથી સંક્રમિત થઈ છે.તેમણે કહ્યુ હતુ કે, મેં રસીના બંને ડોઝ લીધા છે અને મારામાં કોઈ લક્ષણ દેખાઈ રહ્યા નથી.જાકે બીજાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હું ક્વોરેન્ટાઈન થઈ છું અને મને મળનારા તમામ લોકોને વિનંતી છે કે, તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.એ પછી અખિલેશ યાદવે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જાકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અન તેના પગલે અખિલેશ યાદવ ત્રણ દિવસ માટે ક્વોરેન્ટાઈન થયા છે. દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવને ફોન કરીને તેમના પત્ની અને પુત્રીના ખબર અંતર પૂછ્યા હતા.