રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણમાં, તો કોઈ વ્યક્તિએ પારિવારિક કંકાસના કારણે, તો કોઈ વ્યક્તિએ બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. ત્યારે રાજપીપળામાં ભાજપના નેતાએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. ભાજપના નેતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જોણ આસપાસના સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોને થતા તમને પોલીસને માહિતી આપી હતી. પોલીસે ભાજપના નેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર ૬ના ભાજપના કોર્પોરેટર નામદેવ દવેએ તેમના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જ્યારે નામદેવની પત્ની અને દીકરી રાજપીપળાથી બહાર ગયા હતા તે સમયે તેમને અગમ્ય કારણોસર ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જોણ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોને તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ભાજપના કોર્પોરેટર નામદેવ દવેએ ગળેફાંસો ખાધો હોવાની માહિતી મળતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ફૂલદીપસિંહ, શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ અને ભાજપના નેતા કમલેશ પટેલ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ નામદેવ દવેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ફરજ બજોવી રહેલા ડાક્ટર દ્વારા નામદેવ દવેની તપાસ કરીને તેમને મૃત જોહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જોણ ભાજપના આગેવાનોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા નામદેવ દવેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. ભાજપના કોર્પોરેટરે ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે માહિતી હજુ સુધી સામે આવી નથી. નામદેવ દવે વર્ષોથી ભાજપની સાથે જોડાયા હતા અને તેઓ ભાજપના સક્રિય કાર્યકર્તા હતા.
નામદેવ દવેના આપઘાતના કારણે ભાજપે એક કર્મઠ કાર્યકર્તા ગુમાવતા નેતા અને આગેવાનોમાં શોકની લાગણી જોવા મળી છે. તો બીજી તરફ નામદેવ દવેની પત્નીએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આગામી દિવસોમાં પોલીસની તપાસમાં જ સામે આવશે કે નામદેવ દવેએ શા માટે આપઘાત કર્યો છે. તો પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ બાદ નામદેવ દવેના મૃતદેહને પરિવારના સોંપવામાં આવ્યો હતો.