દુનિયામાં પ્રેમ સબંધના કેટલાય અવાર-નવાર કિસ્સા જાવા મળે છે. પ્રેમમાં લોકો ભાન ભૂલી જાય છે.પ્રેમ સબંધ બાંધતા તે કોઈ પણ જાતની પરવાહ કરતા નથી.પ્રેમની કેટલીય ઘટનાઓ જાવા અને સાંભળવા મળે છે.સ્ત્રી હોય કે પુરુષ પ્રેમ સબંધ બાંધતી વખતે કોઈ જાતનો વિચાર કરતો નથી.પરણેલી સ્ત્રી અને પરણેલો પુરુષ હોવા છતાં તે બીજા વ્યક્તિ સાથે પ્રેમ સબંધ બાંધી લે છે.અમુક સ્ત્રી પુરુષ તો પોતાના ઘરમાંજ પોતાની ભાભી સાથે પ્રેમ સબંધ બાધીલે છે.અમુક સ્ત્રીઓ એ પોતાના પતિ સાથે વિશ્વાસ ગાત કરે છે,એ પોતાના પતિના નાના ભાઈ એના દિયરે સાથે પ્રેમ સબંધ બાધે છે.આવી એક પ્રેમસબંધની ઘટના ગોંડલથી સામે આવી છે.ગોંડલ ના દેવચડી ની ધાર પર ઝુપડા બાંધી રહેતી આદિવાસી પરિણીતા ને તેના પતિએ વહેલી સવારે ગુપ્તાંગ માં તથા શરીર ના અન્ય ભાગ માં હથીયાર વડે આડેધડ ઘા મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી.બાદ માં બપોર ના તેણી ને તાવ આવવાથી મોત નિપજ્યાનું જણાવી તેના સાસુ સસરા મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હોય શિવમ ટ્રસ્ટ ના પ્રમુખ ને શંકાસ્પદ જણાતા પોલીસ ને જાણ કરાઇ હતી.અને પોલીસ તપાસ મા મર્ડર હોવાનુ ખુલ્યુ હતુ.પોલીસે હત્યારા પતિ ને હોસ્પિટલ મા જ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મધ્યપ્રદેશ ના બરવાની જીલ્લા ના જરવાઇ અને હાલ છેલ્લા પંદર વર્ષ થી શિવરાજગઢ દેવચડી વચ્ચે આવેલી ધાર ઉપર ઝુપડા બાંધી રહેતા અને છુટક ખેત મજુરી કરતા આદીવાસી દિપક કરણભાઇ મકોડીયાએ વહેલી સવારે પાંચ વાગ્યે પોતાની પત્નિ નાનાબાઇ ઉ.૨૮ ને શરીર ના ગુપ્તાંગ તથા અન્ય ભાગ માં હથીયાર વડે બેરહમ માર મારતા તેણી નુ મોત નિપજ્યુ હતુ.
બનાવ બાદ બપોર ના દિપક ના પિતા કરણભાઇ માતા મુન્નીબાઇ તથા વાડી માલીક રમેશભાઈ નાનાબાઇ ના મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.મૃતદેહ મુકી વાડી માલિક ચાલ્યા ગયા બાદ કરણભાઇ એ બે દિવસ થી તાવ આવતો હોય મોત થયા નુ જણાવતા અને નાનાબાઇ નો પતિ દિપક સાથે આવ્યો ના હોય હોસ્પિટલ મા સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઈ માધડ ને શંકાસ્પદ જણાતા તેમણે તુરંત તાલુકા પોલીસ ને જાણ કરતા પીએસઆઇ જે.એમ.ઝાલા,કોન્સ.જે.યુ.વાળા,શીવુભા વાઘેલા,મુકેશભાઇ મકવાણા સહિત નો સ્ટાફ દોડી આવી પરિણીતા ના મૃતદેહ ને પીએમ રુમ મા ખસેડી કાર્યવાહી હાથ ધરી કરણભાઈ ની ઉલટ તપાસ કરતા પોતાના પુત્ર દિપકે હત્યા કર્યા નુ જણાવ્યુ હતુ.દરમિયાન પતિ દિપક પણ હોસ્પિટલ પંહોચ્યો હોય પોલીસે તેને પકડી લઈ લાલઆંખ કરતા પોપટ બની ગયેલા દિપકે પોતાના નાનાભાઈ સાથે પત્નિ ને બે થી ત્રણ વખત સુતેલી જાઈ હોય ક્રોધ મા આવી હત્યા કર્યા નુ કબુલ્યુ હતો.મૃતક નાનાબાઇ અને હત્યારા દિપક ને સંતાન મા ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનુ તથા માતા પિતા થી અલગ ઝુપડા મા પત્નિ અને બાળકો સાથે રહેતો હોવાનુ દિપકે જણાવ્યુ હતુ.પોલીસે વિશેષ પુછપરછ હાથ ધરી છે