મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા કરી અને પછી જ્યારે તે તેના સ્કૂટર પર લાશનો નિકાલ કરવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને પકડી લીધો. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક વ્યક્તિએ તેની ૨૬ વર્ષીય પત્નીની હત્યા કરી હતી અને તેના મૃતદેહને સ્કૂટર પર લઈ જતા પકડાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, માહિતીના આધારે, પોલીસ પેટ્રોલિંગ ટીમે ૨૮ વર્ષીય આરોપીને રોક્યો, જે વહેલી સવારે નાંદેડ શહેર વિસ્તારમાં તેના ટુ-વ્હીલર પર સવાર હતો. તેમણે કહ્યું કે ટીમને મહિલાનો મૃતદેહ એક કોથળામાં ભરેલો મળ્યો.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી રાકેશ નિસારે ઘરેલુ વિવાદના કારણે ધાયરી વિસ્તારમાં આવેલા તેમના એપાર્ટમેન્ટમાં તેની પત્ની બબીતાનું ગળું દબાવી હત્યા કરી હતી. તેમણે કહ્યું, ‘પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે ૧.૩૦ વાગ્યે માહિતી મળી હતી કે એક વ્યક્તિ સ્કૂટર પર મૃતદેહ લઈ જઈ રહ્યો છે. પેટ્રોલિંગ ટીમે વાહન રોકયું અને એક મહિલાનો મૃતદેહ કોથળામાં ભરેલો મળ્યો. અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મજૂર નિસારની ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ, મિલકતના વિવાદમાં એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી હતી. આ કેસ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના આમગાંવ તાલુકાનો હતો. આમગાંવ પોલીસે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનથી ૫ કિમી દૂર કિડગીપર ગામના રહેવાસી નામદેવ દુર્ગાજી બાગડે (૫૫)નો તેમના પુત્ર રમેશ નામદેવ બાગડે (૩૧) સાથે લાંબા સમયથી મિલકતના વિભાજનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે ૩૦ એપ્રિલની રાત્રે પિતાએ પોતાના પુત્રની હત્યા કરી હતી.