રાજુલાના વાવડી થોરડી જવાના રસ્તે એક પુરુષે પત્નીના મોત બાદ માનસિક રીતે ભાંગી જવાથી ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે પરશોત્તમભાઈ અરજણભાઈ પાનસુરીયા (ઉ.વ.૫૮)એ જાહેર કર્યા મુજબ, લાલજીભાઈના પત્ની બે મહિના પહેલા કેન્સરની બીમારીથી મરણ પામ્યા હતા.
જેથી તેઓ એકલા રહેતા હતા અને માનસિક રીતે ભાંગી ગયા હતા. એકલવાયું જીવન જીવતા હોય કંટાળીને પોતાની મેળે ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.