ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્નીએ પતિને શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી, તો પતિથી સહન થયું નહીં અને તેણે ગુસ્સામાં આવીને પત્નીને છતની નીચે ફેંકી દીધી. જે બાદ પત્નીની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ, તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવી પડી. આ આખી ઘટના મઉરાનીપુર કોતવાલી વિસ્તારના ગ્રામ સ્યાવરીની હોવાનું કહેવાય છે.

પીડિત મહિલાનું નામ તીજા છે. પીડિતાએ વર્ષ ૨૦૨૨માં મુકેશ અહિરવાર સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી તો બધું ઠીકઠાક ચાલ્યું. બંને એકબીજાને લઈને ખૂબ ખુશ હતા, પણ ત્યાર બાદ પતિ હંમેશા બહાર રહેવા લાગ્યો અને જ્યારે પણ ઘરે આવતો તો પત્ની સાથે મારપીટ કરતો હતો. પીડિતાએ જણાવ્યું કે, આ ઘટનાના બે દિવસ પહેલા મુકેશ ઘરે આવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે, કાલે પણ તેની સાથે મારપીટ કરી હતી અને બળજબરીથી તેની સાથે સંબંધ બાંધ્યા હતા. આજે પણ જ્યારે બળજબરીથી

મહિલાની ચીસો સાંભળી ગામલોકો દોડતા આવ્યા અને ઘાયલ અવસ્થામાં મહિલાને મઉરાનીપુરના સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈને ગયા. જ્યાં પીડિતાને દાખલ કરાવી. તો વળી ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી છે. ઘાયલ મહિલાને પ્રાથમિક સારવાર બાદ ઝાંસી મેડિકલ કોલેજમાં રેફર કરી દીધી છે. તો વળી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તો વળી પીડિતાએ જણાવ્યું કે, મુકેશ અને તે એકબીજાને પ્રેમ કરતા હતા. મુકેશ તેના ઘરે મળવા આવતો હતો, ત્યારે પરિવારના લોકોએ તેમને રંગેહાથ પકડી લીધા હતા, જે બાદ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા.

પીડિતાના જણાવ્યા અનુસાર, લગ્નના શરુઆતી એક વર્ષ સુધી બધું બરાબર ચાલતું રહ્યું પણ બાદમાં મુકેશનું વર્તન બદલાઈ ગયું. તે નાની નાની વાતો પર ઝઘડા અને મારપીટ કરવા લાગ્યો હતો. તીજાએ જણાવ્યું કે ઘટનાના એક દિવસ પહેલા મુકેશે તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવ્યા.