ધારીના ગોવિંદપુર ગામે ફિલ્મી સ્ટોરી જેવી ઘટના સામે આવી હતી. એક પરિણીતાએ તેના પ્રેમી સાથે ભાગી જવા પતિના દૂધમાં ઉંઘની દવાનો ભુક્કો નાખી દીધો હતો. બનાવ અંગે રૈયાભાઈ ઉર્ફે રવીભાઈ મંગાભાઈ બતાડા (ઉ.વ.૨૩)એ તેની પત્ની મીનાબેન બતાડા (ઉ.વ.૨૫) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેની પત્નીને તેના પ્રેમી સાથે ભાગી જવું હતું. જેથી તેના દૂધમાં ઉંઘની દવાની ટીકડીનો વધુ પ્રમાણમાં ભુક્કો નાંખીને પીવડાવી દીધો હતો. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.