લાઠી તાલુકાના છભાડિયા ગામે એક પુરુષે કપાસમાં છાંટવાની દવા પીધી હતી. આ બનાવ અંગે સાગરભાઈ રમેશભાઇ ગોરસીયાએ જાહેર કર્યા મુજબ, નવેક માસ પહેલા કલકતા મુકામે રહેતી સપના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે આશરે દોઢેક માસ પહેલા તેના પિયરમા જતી રહી હતી. ગઇકાલથી તેના નંબર બ્લોક લિસ્ટમાં નાંખી દેતા લાગી આવતા પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી. દામનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.આર.હેરમા વધુ તપાસ કરી રહ્યા છે.