હાલ બગસરામાં રહેતા મૂળ વિસાવદરના ભલગામના નસીમબેન કરીમભાઇ મીઠાણી (ઉ.વ. ૨૯)એ સુરતમાં રહેતા પતિ કરીમભાઇ ફીરોજભાઇ મીઠાણી, સાસુ યાસ્મીનાબેન ફીરોજભાઇ મીઠાણી, જેઠ નવરોજભાઇ ફીરોજભાઇ મીઠાણી તથા જેઠાણી સોનાલીબેન નવરોજભાઇ મીઠાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને તેમના પતિ, સાસુ, જેઠ અને જેઠાણી મેણાટોણા મારી શારીરિક-માનસિક દુઃખ તેમજ ત્રાસ આપતા હતા. તેમના પતિ ન્યૂઝીલેન્ડનું પર્મેનન્ટ રેસિડેન્સ ધરાવતા હતા અને લગ્ન બાદ તેમને ન્યૂઝીલેન્ડ લઈ જવાની ના પાડતા હતા. તેમણે પતિ સાથે ન્યૂઝીલેન્ડ જવાનું કહેતા આરોપીઓને સારું લાગ્યું નહોતું અને દુઃખ-ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ તેમને મારવા દોડ્યો હતો અને ઘરેથી કાઢી મૂકી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. જે. બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે.








































