અમરેલી જિલ્લામાં અનેક પરપ્રાંતીયો રોજીરોટી માટે આવે છે, પરંતુ ક્યારેક તેમની સાથે એવી ઘટના બને છે, જેને તેઓ ભુલી શકતા નથી. રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ઝાંઝરવા ગામનું એક દંપતી બગસરાના કાગદડી ગામે રહીને મજૂરીકામ કરતું હતું. પત્નીએ ઠપકો આપતાં પતિને લાગી આવતા ઝેરી દવા પીધી હતી. જેનું સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે લલીતાબેન સુરેશભાઈ કટારા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ સુરેશભાઈ દીતીયાભાઈ કટારાને તેમણે ઠપકો આપ્યો હતો. જેને લઈ લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.