પોતાની મનોકામના અને માનતા પુરી થાય તેના માટે ભગવાનની પૂજા કરતા લોકો તો જાયા હશે. ઘરમાં પોતાના બાળકોના જન્મદિન પણ મનાવતા જાયા હશે. ચરખી દાદરી જિલ્લાના ગામ ઢાણી ફોગાટના બંટૂ અને તેની પત્ની સંતોષ ફિલ્મ અભિનેત્રી કૈટરિના કૈફને ભગવાનથી પણ વધારે માને છે અને તેના જન્મદિવસ પર ભગવાનની જગ્યાએ કૈટરિના કૈફની પૂજા કરતા આવ્યા છે. છેલ્લા દસ વર્ષથી આ દંપતી દર વર્ષે કેટરીના કૈફનો જન્મદિવસ પર કેક કાપી અને લાડુ વહેંચીને ધૂમધામથી મનાવે છે. આ દંપતીની કેટરિના કૈફને મળે તેવી ઈચ્છા ધરાવે છે. ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ પ્રત્યે ઢાણી ફોગાટના રહેવાસી દંપતી કર્મબીર ઉર્ફ બંટૂ અને તેની પત્ની સંતોષનું જુનૂન એ હદ એ છે કે, તેમના ઘરમાં ચારેતરફ અંદર અને બહાર કેટરિના કૈફની જ તસવીરો લાગેલી છે. તેમના આ શોખને લઈને
ગામલોકો હવે તેમને કેટરિના કૈફના નામથી ઓળખે છે. ગામના પંચના જણાવ્યા અનુસાર, બંટૂએ સૌથી પહેલા કેટરિના કૈફને પહેલી વાર ૨૦૦૪માં જ્યારે તેની ફિલ્મ જોઈ તો, દિવાના થઈ ગયા અને મનમાં ઈચ્છા થઈ કે, તેઓ કેટરિના કૈફને મળીને રહેશે. બંટૂએ પહેલા તો પોતાના ઘરમાં કૈટરિના કૈફનો ફોટો લગાવ્યો. લગભગ તે જ વર્ષે બંટૂના લગ્ન સંતોષ સાથે થયા. ત્યાર બાદ તેની પત્નીએ આ કેટરિના કૈફની દિવાનગીમાં સાથ આપ્યો. આ દંપતી કેટરિના કૈફનો જન્મદિવસ મનાવે છે. આ વખતે પણ બંટૂએ પોતાની પત્ની અને દીકરી સાથે મળીને કેટરિના કૈફનો જન્મદિવસ ધામધૂમથી મનાવ્યો છે. બંટૂની પત્ની સંતોષનું કહેવું છે કે, જ્યારે તેના લગ્ન થયા અને તે ઘરમાં આવી તો, તેના પતિ દ્વારા કેટરિના કૈફને લઈને મનમાં જે ભાવ અને જે રીતે પૂજા કરી રહ્યા હતા, તે જોઈને તે ચોંકી ગઈ. પોતાના પતિની કેટરિના કૈફ પ્રત્યેની ભક્તિ અને પ્રેમ જોઈને તે પણ પોતાના પતિની ઈચ્છા પુરી થાય અને કેટરિના કેફ તેના પતિ સાથે મુલાકાત કરે. આ દંપતીની એક ઈચ્છા છે કે, તે એકના એક દિવસ કેટરિના કેફ સાથે મુલાકાત કરે અને તેના સિવાય અન્ય કોઈ ઈચ્છા નથી. હવે બંને પતિ-પત્ની એવી પ્રાર્થના કરે છે કે, ક્યારે તેમની અભિનેત્રી કેટરિના કૈફ સાથે મુલાકાત થાય અને તેમનું સપનું પુરુ થાય.