ઉત્તરપ્રદેશના બદાયુમાં એક પત્નીએ પતિને કરંટ લગાવી જીવ લઇ લીધો છે આ આશ્ચર્યજનક ઘટના ઇસ્લામનગર વિસ્તારમાં બની છે મૃતકના શરીર પર કરંટ લગાવવાનો અને ઇજોના નિશાન મળ્યા છે પરિવારજનોએ મૃતકની પત્ની પર કરંટ લગાવી મારવાનો આરોપ લગાવ્યો છે પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
ઇસ્લામાબાદના પોલીસ સ્ટેશન અધ્યક્ષ ઋષિપાલ સિંહનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવા પર તસવીર પુરી સાફ થઇ જશે પરિવારજનોની પુછપરછ કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે ઇસ્લામનગરના મોહાલી મહોલ્લામાં ૩૦ વર્ષીય શરીફ મહેનત મજદુરી કરતો હતો. ૧૧ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતાં તે પત્ની અને ત્રણ બાળકોની સાથે પોતાના ઘરમાં રહેતો હતો. રાતે લગભગ એક વાગે કરંટ લાગવાથી તેનું શંકાસ્પદ હાલતમાં મોત થયું પરિવારે બુમા બુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતાં મૃતકના પરિવારજનોએ પત્ની પર જ હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોની ફરિયાદ પર મૃતકની પÂત્નને હિરાસતમાં લઇ તેની પુછપરછ કરવામાં આવી તો તેણે પોતાના પતિ મોહમ્મદ શરીફની કરંટ લગાવી હત્યા કરી હોવાનો સ્વીકાર કર્યો છે તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના લગ્ન ૧૧ વર્ષ પહેલા થઇ ગયા હતાં તેનો પતિ તેની સાથે રોજ મારપીટ અને દુર્વ્યવહાર કરતો હતો અને તેના ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યો હતો.તેનાથી પરેશાન થઇ તેણે પતિને ભોજનમાં ઉધની દવા આપી બેભાન કરી દીધો અને બાદમાં કરંટ લગાવી તેનો જીવ લઇ લીધો છે. ત્યારબાદ તેણે જ બુમો પાડી પરિવારજનોને બોલાવ્યા અને કહ્યું કે કોઇએ તેમની હત્યા કરી દીધી પોલીસે હાલમાં શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને વધુ તપાસ શરૂ કરી છે.