ધારીના શેલખંભાળીયા ગામે રહેતી હેતલબેન રવીરાજભાઈ કોટીલા (ઉ.વ.૨૪)એ બગસરામાં રહેતા પતિ રવીરાજભાઈ મહેશભાઈ કોટીલા, સસરા મહેશભાઈ મેરામભાઈ કોટીલા, સાસુ ચન્દ્રાબેન મહેશભાઈ કોટીલા તથા દિયર શીવરાજભાઈ મહેશભાઈ કોટીલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના પતિને એક મહિલા સાથે પ્રેમસંબંધ હતો. જેના લીધે તેઓ લગ્ન બાદ ૧૭-૦૧-૨૦૨૩ના રોજ એક મહિના બાદ રિસામણે આવ્યા હતા. ૨૯/૦૬/૨૦૨૪ સુધીમાં અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી સાસુ-સસરા તથા દિયરે તેમના પતિનો સાથ આપી શારીરિક દેખાવ બાબતે ઉતારી પાડી, બિભત્સ ગાળો આપી, શારીરીક માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ કરિયાવર બાબતે અવાર-નવાર મેણાટોણા માર્યા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.