પ્રેમ લગ્ન કરી ત્રણ ત્રણ સંતાનો સાથે રહેતા એક દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. અને ગઈકાલે પણ આમ જ ઝઘડો થયોને પતિએ પત્નીની સાડીથી જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાડોશીએ મૃતકનાં પુત્રને જોણ કરતા તે ઘરે આવ્યો હતો તેને જોયું તો માતાનું મૃત્યુ થઇ ગયું હતું અને પિતા ત્યાં હાથ જોડી ઉભા હતા માતાને પુત્રએ બેડ પર સુવાડવા જતા કાન અને નાકમાંથી લોહી વહી ગયું હતું. એવામાં જ પુત્રને પિતાએ કહ્યું કે “તારી મા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી ને મેં……” સમગ્ર મામલે વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વટવામાં આવેલા વસંત ગજેન્દ્રગડકર નામના ચાર માળિયામાં રહેતા શાહરુખ શેખ કેટરિંગ માં મજૂરી કામ કરે છે. તેના પિતા સલીમભાઈ ડુંગળી બટાકા વેચવા વાળા ના ત્યાં નોકરી કરે છે. શાહરૂખના પરિવારમાં માતા પિતા અને એક નાનો ભાઈ તથા એક બહેન છે. તેના માતા પિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. બુધવારે રાત્રે શાહરુખ જમીને તેના બ્લોકના નીચેના ભાગે ગયો હતો. ત્યારે તે મિત્રો સાથે નીચે હાજર હતો ત્યારે જ પાડોશી નો તેના પર ફોન આવ્યો હતો. અને પાડોશીએ જણાવ્યું કે તું તરત જલ્દી આવ તારા માતા પિતા ઝઘડો કરે છે. દીકરો જ્યારે પરત આવ્યો ત્યારે માતા છતા પાટ પડી હતી. તેણે તેની માતાને તપાસી પણ તે કઈ બોલી નહિ અને બાદમાં તેને બેડ પર ખસેડવા જતા કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તાત્કાલિક ૧૦૮ ને જોણ કરાઈ હતી. બાદમાં જોણ થઈ કે તેની માતાની પિતાએ જ હત્યા કરી નાખી હતી.
પિતાને શાહરુખે પૂછતાં તેઓએ જણાવ્યું કે તેની માતા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. જેથી ગુસ્સો આવી જતા તેઓને ઝઘડો થયો હતો. જેથી તેઓએ પત્નીની સાડીથી જ તેનું ગળું દબાવી દીધું અને હત્યા કરી નાખી હતી. સમગ્ર બાબતની જોણ વટવા પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે પત્નીની હત્યા કરનાર પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.